પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન મહિલા પત્રકાર સબરીના સિદ્દીકીએ ભારતમાં મુસ્લિમોની સ્થિતિ અંગે પીએમ મોદીને સવાલ કર્યો હતો. 

આ સવાલના કારણે ભારતમાં તે ટીકાને પાત્ર બની હતી. મહિલા પત્રકારને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરાવમાં આવી હતી. જેને લઈને અમેરિકન સરકારે નારાજગી વ્યક્ત કરીને કહ્યુ છે કે, આ પ્રકારની હરકત સ્વીકાર્ય નથી. 

અમેરિકામાં જો બાઈડન અને નરેન્દ્ર મોદીએ સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી ત્યારે વોલ સ્ટ્રીટ જર્નલની મહિલા પત્રકાર સબરિના સિદ્દીકીએ પીએ મોદીને ભારતમાં મુસ્લિમોના અધિકારોને લઈને્ સવાલ કર્યો હતો. 

એ પછી સોશિયલ મીડિયા ઘણા ભારતીયોએ આરોપ મુકયો હતો કે, મહિલા પત્રકારે જાણી જોઈને આ પ્રકારનો સવાલ પૂછ્યો હતો. આ બાબત પણ વિવિદનો વિષય બની છે. વ્હાઈટ હાઉસના અધિકારીને પત્રકારના ટ્રોલિંગને લઈેન સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, ઓનલાઈન ઉત્પીડન અંગે અમને જાણકારી મળી છે અને કોઈ પણ રીતે આ સ્વીકાર્ય નથી. લોકશાહીના સિધ્ધાંતથી આ બાબત વિપરિત છે. 

આ મહિલા પત્રકારે જે સવાલ પૂછ્યો હતો તેના જવાબમાં પીએમ મોદોીએ કહ્યુ હતુ કે, અમારી સરકારનો મૂળભૂત પાયો જ સબ કા સાથ અને સબ કા વિકાસ પર નંખાયેલો છે.