હાલ રાષ્ટ્રીય તપાસ એજન્સી – NIA જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્શ બિશ્નોઈની પૂછપરછ કરી રહી છે. આ પૂછપરછ દરમિયાન રોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે લોરેન્સે તેના વસુલી રેકેટ અંગે મોટો ખુલાસો કર્યો છે. લોરેન્સે કહ્યું કે, તે ધમકીભર્યા કોલ માટે દર મહિને લગભગ 2 કરોડ રૂપિયા લેતો હતો. તેણે એમ પણ કહ્યું કે, તે પોતાનો હેતુ પૂરો કરવા લોકોને ધમકાવીને તેમની પાસેથી ખંડણી વસૂલતો હતો.

2 વર્ષમાં ગેંગમાં સભ્યોની સંખ્યા 150થી વધારીને 700 કરી

લોરેન્સ બિશ્નોઈએ કહ્યું કે, તેણે માત્ર 2 વર્ષમાં ગેંગમાં સભ્યોની સંખ્યા 150થી વધારીને 700 કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ લોરેન્સ ગેંગની યોજનાનું પરિણામ હતું, જ્યારે ગેંગસ્ટરો એક થવા લાગ્યા અને અને લોરેન્સની ગેંગ સૌથી મજબૂત ગેંગ બનીને ઉભરી આવી, જેણે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ સહિત ઘણી મોટી ઘટનાઓને અંજામ આપ્યો.

નવો દાઉદ ? લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં 700 શૂટર્સ, સમગ્ર નેટવર્કનો NIAએ કર્યો ચોંકાવનારો ખુલાસો

4 જેલોમાં બંધ ગેંગસ્ટરોએ ભેગામળી મુસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું

NIAના જણાવ્યા મુજબ લોરેન્સના સભ્યો ખંડણી વસૂલવા માટે વોટ્સએપ કોલ કરતા હતા અને ક્યારેક ક્યારેક વીઓઆઈપીનો પણ ઉપયોગ કરતા હતા. NIAએ દ્વાાર લોરેન્સની કરાયેલી પૂછપરછમાં સિદ્ધુ મૂસેવાલા અંગે પણ ખુલાસો થયો છે, જેમાં તેણે જણાવ્યું કે, સિદ્ધુ મુસેવાલાની હત્યાનું ષડયંત્ર 4 જુદી જુદી જેલોમાં બંધ ગેંગસ્ટરોએ ભેગામળીને બનાવ્યો હતો.

અડધા ડઝન દેશોમાં ખંડણીની રકમ વસૂલવાનો પ્રયાસ

પૂછપરછમાં લોરેન્સે કહ્યું કે, અડધા ડઝન દેશોમાં તેના નામથી કોલ કરી ખંડણીની રકમ વસૂલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દેશોમાં કેનેડા, ફિલિપાઈન્સ, મલેશિયા મુખ્ય છે, જે છેલ્લા 1 વર્ષથી ખંડણીનુ મુખ્ય કેન્દ્ર બન્યું છે.

લોરેન્સના સંપર્કમાં કરનારાઓની યાદી બનાવવાનું શરૂ

લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ બાદ NIAએ હવે એવા લોકોની યાદી બનાવવાનું શરૂ કર્યું છે કે, જેઓ લોરેન્સનો સંપર્ક કરતા હતા અથવા જેમને લોરેન્સની ગેંગ છેલ્લા 1 વર્ષમાં નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. ઉલ્લેખનિય છે કે, લોરેન્સ બિશ્નોઈ કથિત રીતે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ છે. પંજાબના માનસા જિલ્લામાં ગયા વર્ષે 29 મેના રોજ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી.

By admin