વહેલી સવારે મેઘરાજાની સવારી નીકળી

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો. શહેરના સાયન્સ સિટી, થલતેજ, એસ.જી.હાઈવે, સોલા, ગોતા, જુહાપુરા, સરખેજ, નારોલ, વટવા સહિતના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો. રસ્તાઓ સહિત ઠેર ઠેર પાણી ભરાઇ જવાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. 

હવામાન વિભાગે શું કરી હતી આગાહી 

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે, આગામી ચાર દિવસ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. ચોમાસાની ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાના એંઘાણ છે. ચોમાસું આગળ વધવા માટેની સ્થિતિ સાનુકૂળ દેખાઇ રહી છે. હવે ચોમાસાને આગમનને પણ 24 કલાક જેટલો જ સમય રહી ગયો છે.