પૃથ્વી પર જીવન પાંગરવામાં સૌથી મોટું યોગદાન પાણીનું છે. પાણીને કારણે જ પૃથ્વી જીવંત છે. પરંતુ આ પાણીને પૃથ્વીમાંથી ખેંચી કાઢીને માણસોએ તેને પૂર્વ તરફ નમાવી દીધી છે. જે પૃથ્વીનો એક તૃતીયાંશ ભાગ પાણીથી ઢંકાયેલ છે તે પૃથ્વીને માણસોની એક હરકતને કારણે એક તરફનો ભાગ નમી ગયો છે. જેના વિશે આજે માહિતી આપીશું. જીયો ફીઝીકલ રીસર્ચ લેટર્સમાં પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માણસોએ પંપિંગ દ્વારા એટલું બધું ભૂગર્ભજળ બહાર કાઢી દીધું છે કે 20 વર્ષ કરતા ઓછા સમયમાં પૃથ્વી 4.36 સેન્ટીમીટર/પ્રતિવર્ષની ઝડપથી આશરે 80 સેન્ટી મીટર પૂર્વ તરફ નમી ગઈ છે. હકીકતમાં જીયો ફીઝીકલ રીસર્ચ લેટર્સ AGUની પત્રિકા છે જે પૃથ્વી અને અંતરીક્ષ વિજ્ઞાનમાં ફેલાયેલ પ્રભાવ પર શોર્ટ ફોર્મેટ પર રીપોર્ટ પ્રકાશિત કરે છે.
માણસોએ કેટલું પાણી બહાર ખેંચી કાઢ્યું
આ રિસર્ચ રિપોર્ટ અનુસાર જળવાયું મોડલના આધાર પર વૈજ્ઞાનિકોએ અગાઉ અનુમાન લગાવ્યું હતું કે, માણસોએ ૧૯૯૩થી ૨૦૧૦ સુધી ૨૧૫૦ ગીગાટન ભૂગર્ભજળ બહાર ખેંચી કાઢ્યું હતું જે સમુદ્ર સપાટીથી ૬ મિલીમીટર વધારે છે. જોકે આ સાચું અનુમાન નથી કેમ કે તેને લઈને સાચું અનુમાન કરવું ઘણું મુશ્કેલ છે.
સૌથી વધુ ભૂગર્ભજળ ક્યાં કાઢવામાં આવ્યું ?
આ રિપોર્ટ અનુસાર સૌથી વધુ ભૂગર્ભજળ વિશ્વના બે ક્ષેત્રોમાંથી કાઢવામાં આવ્યું છે જેમાં અમેરિકાના પશ્ચિમ વિસ્તાર અને ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારનો સમાવેશ થાય છે. ભારતમાં પંજાબ અને હરિયાણામાં સિંચાઈ માટે વધુ પ્રમાણમાં ભૂગર્ભજળ ખેંચી કાઢવામાં આવી રહ્યું છે. સિયોલ નેશનલ યુનિવર્સીટીના રિસર્ચરોના જણાવ્યા અનુસાર, ભૂગર્ભજળના પુનઃવિતરણથી રોટેશન પોલના વહેણ પર વધારે અસર પડે છે અને બાદમાં તે પૃથ્વીના પરિભ્રમણ ધ્રુવના વહેણ પર અસર પાડે છે.