મહિલા મૃત્યુ બાદ કરોડોની મિલકત મૂકીને ગયા

અમેરિકાના ફ્લોરિડામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પોતાની મહેનત અને આવડતના સહારે કરોડોની પ્રોપર્ટી ધરાવનાર એક મહિલા પોતાના વારસદારને શોધી રહી છે. આ મહિલાને કોઈ નજીકના કે દૂરના સંબંધી નથી. જોકે તેના કેટલાક મિત્ર હતા પરંતુ તેણે તેમને પોતાના વારસદાર બનાવ્યા નથી.

84 વર્ષની ઉંમરે તેમનું મોત નીપજ્યુ તો મામલો પહેલા પોલીસ સ્ટેશન અને પછી કોર્ટ સુધી પહોંચ્યો. નેન્સી સોયરલ નામની આ મહિલાએ પોતાના વારસાને સંભાળવાની એવી વ્યવસ્થા કરી હતી કે જ્યારે તેમની વસિયત મળી ત્યારે જાણ થઈ કે તેમણે એવી શરત રાખી છે કે તેમની પ્રોપર્ટી કોઈને પણ મળવી સરળ નથી. 

શાનદાર કોઠી અને 20 કરોડની પ્રોપર્ટી

રિપોર્ટ અનુસાર નેન્સી લગભગ 20 કરોડ કરતા વધુની સ્થાવર-જંગમ સંપત્તિ મૂકીને ગયા છે. પોતાની વિલમાં તેમણે એ શરત રાખી છે કે જે તેમની 7 બિલાડીઓ ક્લિયોપેટ્રા, ગોલ્ડફિંગર, લિયો, મિડનાઈટ, નેપોલિયન, સ્નોબોલ અને સ્કવીકીનું સારી રીતે ઉછેર કરશે, તેને જ તેમના વારસાના માલિક માનવામાં આવશે. આ મામલાના વકીલના જણાવ્યા અનુસાર નેન્સીએ એ પણ લખ્યુ કે તેમની ફારસી બિલાડીઓને આજીવન ટામ્પા હાઉસમાં રાખવામાં આવશે કેમ કે ક્યાંક બીજે જવાથી તેઓ પરેશાન થઈ જશે. એવી જ શરતોના કારણે કોઈ આ ઘરને ખરીદી પણ શકતા નથી જ્યાં સુધી એક બિલાડી પણ ઘરમાં હાજર છે એટલે કે અંતિમ બિલાડીના મૃત્યુ સુધી તેના ઘરનો માલિકાના હક કોઈ અન્યને ટ્રાન્સફર થશે નહીં.

કોર્ટ પહોંચ્યો મામલો

ટામ્પા બે ની હ્યૂમેન સોસાયટીના અધિકારી અનુસાર નેન્સી પોતાની બિલાડીઓના આખા જીવનનો ખર્ચ પણ અલગ મૂકીને ગયા છે જેથી તેમના ભોજનમાં કોઈ મુશ્કેલી ના પડે. આ અનોખો મામલો છે જે અકલ્પનીય છે. નેન્સીના મોત બાદ બિલાડીઓ થોડા દિવસ એકલી રહી. મામલો કોર્ટ પહોંચ્યો તો કોર્ટે આદેશ આપ્યો કે તેમને એવા સ્થળે લઈ જવા જોઈએ જ્યાં તેમની યોગ્ય સારસંભાળ થાય. મામલાની સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યુ કે આટલા મોટા ઘરમાં બિલાડીઓને એકલી મૂકી શકાય નહીં. નેન્સીની વિલની શરતો અઘરી છે પરંતુ બિલાડીઓનું ધ્યાન રાખવુ જરૂરી છે. તેથી હવે યોગ્ય શખ્સની શોધખોળ થઈ રહી છે. રિપોર્ટસ અનુસાર હવે તેમની બિલાડીઓને ટૂંક સમયમાં દત્તક લેવામાં આવશે.