સોનાના ભાવ ફરી તૂટ્યા, ચાંદી 815 રૂપિયા સસ્તી થઈ

આજે ફરી બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં આજે ફરી 815 રૂપિયા પ્રતિ કિલોએ ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં આજે ચાંદીનો ભાવ ઘટીને 68194 રૂપિયા પર ખુલ્યો હતો. જ્યારે 24 કેરેટ સોનાના ભાવમા 274 રૂપિયા સસ્તી થઈને 58380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યુ હતું. તેથી સોનું તેના ઓલ ટાઈમ હાઈ લેવલથી 3359 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયુ છે. તમને જણાવી દઈએ કે ગત તા. 5 મેના રોજ બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત  હાજરમાં 61,739 રૂપિયા પર પહોચી ગયો હતો. તો આ બાજુ ચાંદી આજે  77280 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોચી ગઈ હતી. ટોપ પરના ભાવથી ચાંદી લગભગ 9000 રૂપિયા પ્રતિ કિલો સસ્તી મળી રહી છે.

શું છે સોનાનો ભાવ

IBJA દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ આજે એટલે કે શુક્રવારના રોજ 22 કેરેટ સોનાની કિંમત ઘટીને 53476 રૂપિયા અને 23 કેરેટ સોનાની કિંમત 58146 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચી ગઈ છે. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 43785 રૂપિયા પર અને 14 કેરેટ સોનાનો ભાવ ઘટીને 34152 રૂપિયા આવી ગયો છે. સોના અને ચાંદીના આ ભાવ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જારી કરવામાં આવ્યા હતા. સોના અને ચાંદીના ભાવ પર  GST અને જ્વેલરી મેકિંગ ચાર્જ લાગતો નથી. 

સોના- ચાંદીના ભાવ આજે આ પ્રમાણે રહ્યા હતા.

સોનુ-ચાંદી કિંમત (પ્રતિ 10 ગ્રામ)   GST 3% કુલ  બજાર ભાવ 

સોનુ 24 કેરેટ 58380 1751.40 60131.40 66144.54

સોનુ 22 કેરેટ  53476 1604.28 55080.28 60588.31

ચાંદી 999 68194(1kg)         2045.82 70239.82 77263.80