ટેસ્લા અને મેટાના સીઈઓ વચ્ચે ટક્કરારના સમાચાર મળી રહ્યા છે વાતો ત્યાં સુધી આવી છે કે તે ટૂંક સમયમાં સામસામે આવી શકે છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ અને એલોન મસ્ક વચ્ચે ‘કેજ ફાઈટ’ લડાઈની વાત આવી રહી છે. 

ઝકરબર્ગે તો લડાઈ માટે લોકેશન પણ માગ્યું 

તાજેતરમાં, મેટાના માલિક ઝકરબર્ગે ટેસ્લાના સીઈઓ એલોન મસ્કની  લડાઈની ચેલેન્જ સ્વીકારી છે. તાજેતરમાં, તેણે ટ્વીટ કરીને એલોન મસ્કને લડાઈ માટે લોકેશન મોકલવા કહ્યું હતું.

એલોન મસ્કે ઝકરબર્ગેને લડાઈની ખુલ્લી ચેલેન્જ આપી
માર્ક ઝકરબર્ગ ટ્વિટરના હરીફને લાવવા માંગે છે તેના સાથે આખો ઘટનાક્રમ જોડાયેલો છે.

એલોન મસ્કે ઝકરબર્ગેને લડાઈની ખુલ્લી ચેલેન્જ આપી

સોશિયલ મીડિયા પોસ્ટ્સ અનુસાર, બંને વચ્ચે લડાઈની યોજના યોજાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ટેસ્લાના CEOએ હાલમાં જ Jiu-Jitsu ટૂર્નામેન્ટ જીતી છે. તેણે મેટાના સ્થાપકને લડાઈની ખુલ્લી ચેલેન્જ આપી છે. જેનો માર્ક ઝકરબર્ગે સ્વીકાર પણ કર્યો છે.

માર્ક ઝકરબર્ગે ચેલેન્જ સ્વીકારી 

ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે એલોન મસ્કના ટ્વીટનો સ્ક્રીનશોટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સ્ક્રીનશોટ શેર કરતા તેણે લખ્યું કે, મસ્ક સામે ‘કેજ ફાઈટ’ના  મેચ માટે તૈયાર છું. જવાબમાં આપતા તેણે લખ્યું કે, મને લોકેશન મોકલો.

ઝકરબર્ગની આ પોસ્ટ કોઈ મજાક નથી: મેટા સ્પોક્સપર્સન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝકરબર્ગની આ પોસ્ટ કોઈ મજાક નથી. મેટા સ્પોક્સપર્સનને ધ વર્જના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ઝકરબર્ગની આ પોસ્ટ કોઈ મજાક નથી પરંતુ તે સીરીયસ છે. મેટા પ્રવક્તાએ કહ્યું કે, વાર્તા પોતે ઘણું બધું કહી જાય છે. ફેસબુકના સ્થાપક માર્શલ આર્ટ જાણે છે, જ્યારે મસ્ક કોક્યોકુશિન કરાટે, તાઈકવૉન્ડો, જુડોમાં ખૂબ જ પ્રશિક્ષિત છે.

શું છે મામલો?

આ સમગ્ર ઘટના મેટા દ્વારા ટ્વિટર જેવી એપ લાવવા સાથે સંબંધિત છે. માર્ક ઝકરબર્ગ ટ્વિટરના હરીફને લાવવા માંગે છે અને તેના પર કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ માટે ટ્વિટરના માલિક મસ્કે મેટાના સીઈઓને ઓનલાઈન ‘કેજ ફાઈટ’ માટે પડકાર ફેંક્યો, જેને હવે માર્કે દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. ટ્વિટર પર મસ્ક માર્કને અલગ-અલગ રીતે નિશાન બનાવી રહ્યા છે. 

By admin