PM મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિડેનને આપેલો 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ સુરતમાં તૈયાર કરવામાં આવ્યો

સુરતના ડાયમંડ દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે હાલમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેઓએ યુએસની ફર્સ્ટ લેડી જીલ બિડેનને ખાસ હીરો ભેટમાં આપ્યો છે. 7.5 કેરેટનો આ હીરો સુરતમાં તૈયાર થયો છે. સૌથી અગત્યની વાત છે કે આ હીરા લેબગ્રોન ડાયમંડ છે એટલે આ હીરા પ્રાકૃતિક નહીં પરંતુ લેબમાં તૈયાર થયો છે જેને ઇકો ફ્રેન્ડલી હીરા કહેવામાં આવે છે. આત્મનિર્ભર ભારત અને ખાસ કરીને આઝાદીના અમૃત મહોત્સવ એટલે 75મો વર્ષ હોવાના કારણે પીએમ યુએસની લેડીને આ હીરો ભેટ સ્વરૂપ આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે યુએસની ફર્સ્ટ લેડી જીલ બિડેનને ખાસ 7.5 કેરેટનો હીરો ભેટ આપ્યો હતો, સૌથી વધુ આનંદિત સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ થયા છે. કારણ કે આ હીરાને સુરતમાં તૈયાર કરવામાં આવ્યા હતા. લેબગ્રોન ડાયમંડને લેબમાં તૈયાર કરવામાં આવે છે ખાસ કેમિકલ થી એને ઉગાડવામાં આવે છે. ત્યાર પછી તેને કટ કરી આકાર આપવામાં આવતો હોય છે . સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે અને સૌથી મહત્વની વાત એ છે કે એની ગુણવત્તા નેચરલ ડાયમંડની જેમ હોય છે.

વેસ્ટર્ન ઝોન જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રવક્તા સ્મિત પટેલએ કહ્યું કે, આ માત્ર સુરત જ નહીં પરંતુ દેશ માટે ગૌરવની બાબત છે. આને આત્મનિર્ભરથી બનેલો હીરો કહેવાય. આ હીરો સુરતમાં ઉગેલો છે અને કટ પોલિશ થયલો છે. આ દુનિયાભરમાં જાય છે. આ હીરા કેમિકલ થી બનાવવામાં આવતા હોય છે સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી હોય છે. આ હીરાને લેબમાં બનાવવામાં આવતા હોય છે. આ હીરા નેચરલ ડાયમંડની જેમ હોય છે. તેની તમામ ગુણવત્તા એકસરખી હોય છે. આ હીરા બનાવવામાં અમે સોલાર અને વિન્ડ એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. આ પ્રકૃતિને નુકસાન પણ કરતું નથી. 7.5 કેરેટ હીરા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. આ ઇન્ડસ્ટ્રી લાખો લોકોને રોજગારી આપે છે. સાથે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આ ખૂબ જ સારું ક્ષેત્ર છે. દેશની અંદર આ હીરા તૈયાર કરવામાં આવે છે. દેશની અંદર જ કટ અને પોલીશડ થાય છે અને દેશની અંદર જ આ હીરાથી જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં જે લોકો આ ઇન્ડસ્ટ્રીને આગળ લઈને આવ્યા છે તેમની આ મહેનત છે. આ હીરા લેબમાં તૈયાર થતા કેટલાંક મહિના લાગી જાય છે. લેબમાં હીરા તૈયાર થયા બાદ તેને એક્સિલન્ટ કટ અને પોલીસડ કરવામાં આવે છે. લેબગ્રોન ડાયમંડ આત્મનિર્ભર ભારતનો મોટું ઉદાહરણ બની શકે આ માટે પીએમ મોદીએ ઓર્ડર આપ્યા હતા.