• પોરબંદર જિલ્લા તંત્રને વિવિધ સંસ્થાઓનો સહયોગ મળ્યો
  • પોરબંદર શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ ફૂડ પેકેટ પણ બનાવી રહી છે

પોરબંદર તા.૧૩, બીપોરજોય વાવાઝોડાની આગાહી માં જાનહાની ન થાય તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા કાચા મકાનો તેમજ ઝૂંપડામાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે આજે તારીખ 13 જૂનના રોજ સાંજ સુધીમાં અંદાજે 3,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ તકેદારીના ભાગરૂપે આ કામગીરી ચાલુ છે.

લોકોને વિવિધ આશ્રય સ્થાનો પર તેમજ શાળાઓ વાડીઓ ઉપરાંત સરકારી સાયક્લોન સેન્ટર પર રાખવામાં આવ્યા છે. કેટલાક પરિવારો સગા સંબંધીઓને ત્યાં પણ સ્થળાંતરિત થયા છે.

પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને સંસ્થાઓના સહયોગથી અંદાજે 3000 લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત ફૂડ પેકેટ પણ બનાવવામાં આવી રહ્યા છે બરડાના પંથકમાં 300 જેટલા માલધારીઓને પણ સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. પોરબંદરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ નો પણ જિલ્લા તંત્રને સહયોગ મળ્યો છે.

By admin