દેવભૂમિ દ્વારકા, તા.૧૩ જૂન રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો પર તોળાઈ રહેલા સંભવિત વાવાઝોડા ‘બિપરજોય’ના ખતરા સામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની રાહબરી તેમજ જિલ્લા કલેક્ટરશ્રી અશોક શર્માના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવા, સતર્ક રહેવા જાગૃત કરવામાં આવી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે ગામડામાં લાઈટની અગવડતા ન પડે તે હેતુથી અગાઉથી જનરેટરની સગવડ કરવામાં આવેલ છે. ભાણવડ પોલીસ સ્ટેશનના મોટા ગુંદા ગામે પવનના કારણે રોડ પર ઝાડ પડી જતા રસ્તો બંધ થતાં ભાણવડ પોલીસ દ્વારા તાત્કાલીક ઝાડને કટરથી કાપાવી અને JCB થી હટાવી રસ્તો ચાલુ કરવામાં આવ્યો હતો.
દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિપરજોય વાવાઝોડા અનુસંધાને રેલ્વે સ્ટેશન વિસ્તાર, ઝવેરનગર, શાંતિનગર, રૂપેણબંદર વિસ્તાર તેમજ મોતીનગર વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. તેમજ ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારના નીચાણ વાળા ગામોમાં વસવાટ કરતા લોકો તથા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
વાડીનાર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિપરજોય વાવાઝોડા અનુસંધાને ભરાણા ગામે CYCLONE SHELTER HOME ખાતે સ્થળાંતરિત કરેલ લોકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના નાના માંઢા ગામે પવનના કારણે રોડ પર ઝાડ પડી જતા રસ્તો બંધ થતાં વાડીનાર મરીન પોલીસ દ્વારા તાત્કાલીક ઝાડને રસ્તા પરથી હટાવી રસ્તો ચાલુ કરવામાં આવ્યું હતું. કલ્યાણપુર પોલીસ સ્ટેશન દ્વારા વાવાઝોડા અંગે દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં લોકોને PA સિસ્ટમથી જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને લોકોને આગામી વાવાઝોડા સંદર્ભે સાવચેત રહેવા જણાવવામાં આવ્યું હતું.
SDPO ખંભાળીયા વિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડા અનુસંધાને સ્થાનિક પોલીસ ટીમ તેમજ એન.ડી.આર.એફ. ની ટીમ સાથે દ્વારકા રૂપેણ બંદર વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું અને લોકોને વાવાઝોડાની સ્થિતિમાં સાવચેત રહેવા અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ રૂપેણ બંદરથી લોકોને CYCLONE SHELTER HOME ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા અને CYCLONE SHELTER HOMEની મુલાકાત લેવામાં આવી હતી.દ્વારકા સ્થાનિક પોલીસ ટીમ તેમજ એન.ડી.આર.એફ. ની ટીમ સાથે દ્વારકા સરકારી હોસ્પિટલની વિઝિટ કરવામાં આવી અને ડોક્ટર સાથે મીટીંગ કરી ઈમરજન્સીમાં સંપર્ક કઈ રીતે કરવો તે વિશે ચાર્ચા કરવામાં આવી હતી.
પેટ્રોલીંગ ટીમ દ્વારા આરંભડા સેલ્ટર હોમ ખાતે વિઝીટ કરવામાં આવેલ, બીજી સુચનાઓ ના મળે ત્યા સુધી હોમ ખાતે રહેવા સમજૂતી આપવામાં આવી હતી. તથા પાણી અને મેડીકલ ની તમામ સુવીધાઓ ઉપલબ્ધ કરાવેલ છે તેમજ પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. ભાણવડ પોલીસ ટીમ દ્વારા પાછતર રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતાં હાઈવે પોલીસ પેટ્રોલીંગ ટીમ દ્વારા તાતકાલિક વૃક્ષ હટાવી રસ્તો ચાલુ કરવામાં આવ્યો હતો.