ડ્રેગન તેનાં કાવતરા કરવામાંથી અટકતો નથી. ફરી એક વાર તેનાં ફાઈટર જેટસ તાઈવાનની એર-સ્પેસમાં દાખલ થઈ ગયા હતા. આવું તેણે ઘણીવાર કર્યું હતું પરંતુ આ વખતે ડ્રેગનને જડબા તોડ જવાબ મળ્યો. તાઈવાન એરફોર્સનાં વિમાનોએ ચીની વિમાનોને ભગાડી મુક્યા. જો કે બંને વચ્ચે કોઈ ટક્કર થઈ ન હતી.

ચીન સમુદ્ર સીમા ઉપરાંત તાઈવાનની આકાશી સીમામાં પણ ઘૂસણખોરી કરી રહ્યું છે. રવિવાર ચીનનાં ૨૪ વિમાનો તાઈવાન તરફ ઊડયાં તેમાંથી ૧૦ વિમાનો તાઈવાનની એર-સ્પેસમાં દાખલ થઈ ગયા પરંતુ આ વખતે તાઈવાન એલર્ટ હતું. તેણે પોતાના યુદ્ધ વિમાનોની એક સ્કવોડન ચીનનાં વિમાનો પાછળ લગાડી દીધી. ચીની વિમાનોને કલ્પના પણ ન હતી કે આવો સામનો થશે. તેથી તે વિમાનો પાછા ફરી નાસીને પોતાની સીમમાં ચાલ્યા ગયા. (આ પાછા ફરી ગયાં)

ગત સપ્તાહે ચીનનું નૌકા જહાજ અચાનક અમેરિકાનાં વોર શિપની સામે આવી ગયું. ટક્કર ન થાય તે માટે અમેરિકી જહાજે તેની ગતિ મંદ કરી દીધી. ચીનની ડીસ્ટ્રોયર યુ-યુંગ હન અને અમેરિકન ફ્રીગેટ મોન્ટ્રીયલ તાઈવાન સ્ટેટસમાં સામ સામે આવી ગયા. સદ્ભાગ્યે કોઈ ટક્કર થઈ ન હતી. આ ઘટના તે સમય બની કે જયારે તાઈવાન- સ્ટ્રેટસમાં તાઈવાન અને અમેરિકી યુદ્ધ જહાજો વોર-ગેમ્સ રમી રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે માઓ-ત્સે-તુંગ તાઈવાન લઇ શક્યો ન હતો. પરંતુ શી જીનપિંગ તાઈવાન પર કબજો જમાવી પોતાને માયો કરતાં પણ મહાન દર્શાવવા માગે છે. માટે તાઈવાન ગળી જવા માગે છે પરંતુ તાઈવાન તે સામે તેટલું જ તૈયાર છે.