દુબઈની ટુરના નામે બોગસ બુકિંગ બતાવી 11 ટુ્રિસ્ટ સાથે 7.43 લાખને છેતરપિંડી કરનાર રાજકોટના ટ્રાવેલ એજન્ટ દંપતિ પૈકી પત્નીએ આગોતરા જામીન માટે કરેલી અરજી અદાલતે નામંજૂર કરી છે.

વાઘોડિયા રોડની વાઘેશ્વરી સોસાયટીમાં રહેતા અને સરદાર સરોવર નિગમમાંથી નિવૃત્ત થયેલા રાજેશભાઈ સહેલા તે જાન્યુઆરી 2023માં દુબઈની ટુરની ઓફર જાણી જેતલપુર રોડ પવન કોમ્પલેક્ષમાં આવેલી સ્માઈલ હોલીડેસની ઓફિસમાં મળવા ગયા હતા. સ્માઈલ હોલીડેઝના સંચાલક દંપતિએ તેઓને વિઝા અને ટિકિટોની વિગતો ખોટી આપી છેતરપિંડી કરી હતી. જે અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દીપ અને તેની પત્ની રિદ્ધિ તન્ના ( બંને રહેવાસી અનંત વર્ક પ્લેસ કાલાવડ રોડ રાજકોટ) સામે ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં જેલવાસ થી બચવા માટે રિદ્ધિ તન્નાએ સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર થઈ છે.