બિપરજોય વાવાઝોડાની અસર અને વરસાદને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને સાંકળતી ૧૩થી વધુ ફ્લાઇટ ૧ થી ૮ કલાક મોડી પડી હતી જ્યારે ૩ ફ્લાઇટ કેન્સલ કરાતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગોવા-અમદાવાદની સ્પાઇસ જેટની  ફ્લાઇટને સૌથી વધુ ૬.૩૦ કલાકના વિલંબનો સામનો કરવો પડયો હતો. આ ફ્લાઇટ તેના નિર્ધારીત સમય સવારે ૯ ને સ્થાને સાંજે ૪ઃ૩૦ના રવાના થઇ હતી. આ ઉપરાંત જે ફ્લાઇટ ૩ કલાકથી વધુ મોડી પડી તેમાં પૂણે-અમદાવાદ, અમદાવાદ-મુંબઇનો સમાવેશ થાય છે આ ઉપરાંત આજે અમદાવાદ-સિલીગુડી, સિલીગુડી-અમદાવાદ અને અમદાવાદ-ભાવનગર એમ ૩ ફ્લાઇટ કેન્સલ રહી હતી. દરમિયાન વાવાઝોડાના સંકટને પગલે અમદાવાદ એરપોર્ટમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. નાના એરક્રાફ્ટને હેંગરની અંદર મૂકવામાં આવ્યા છે જ્યારે જે નાના એરક્રાફ્ટને હેંગરમાં રાખી શકાય એમ નથી તેને દોરડાથી બાંધી દેવામાં આવ્યા છે.

અમદાવાદની કઇ ફ્લાઇટમાં વધારે વિલંબ…

ફ્લાઇટ                કેટલી મોડી પડી…

ઈન્ડિગો

પૂણે-અમદાવાદ        ૩.૧૦ કલાક

મુંબઇ-અમદાવાદ       ૨.૦૦ કલાક

અમદાવાદ-મુંબઇ       ૩.૦૦ કલાક

મુંબઇ-અમદાવાદ       ૧.૩૦ કલાક

અમદાવાદ-મુંબઇ       ૨.૧૦ કલાક

અમદાવાદ-હૈદરાબાદ   ૨.૩૦ કલાક

અમદાવાદ-મુંબઇ       ૧.૩૦ કલાક

વિસ્તારા

મુંબઇ-અમદાવાદ       ૧.૩૦ કલાક

એર ઇન્ડિયા

દિલ્હી-અમદાવાદ       ૧.૩૦ કલાક

પૂણે-અમદાવાદ         ૧.૧૦ કલાક

સ્પાઇસ જેટ

ગોવા-અમદાવાદ       ૬.૩૦ કલાક

સિલિગુડી-અમદાવાદ     કેન્સલ

અમદાવાદ-સિલિગુડી     કેન્સલ

અમદાવાદ-ભાવનગર     કેન્સલ

અમદાવાદ-પૂણે        ૨.૩૦ કલાક

અકાશા એર

અમદાવાદ-બેંગાલુરુ       ૨.૦૫ કલાક