File photo

મત્સ્યોદ્યોગ મંત્રીની બન્ને પિટિશન મંજૂર

૧૯૯૬માં નોંધાયેલો બોગસ વોટિંગનો કેસ અને ૨૦૧૪માં નોંધાયેલો બેનામી રોકડના કેસની ફરિયાદ અને કાર્યવાહી રદ

અમદાવાદ ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી અને ભાનવગર(ગ્રામ્ય)ના ભાજપ ધારાસભ્ય પરષોત્તમ સોલંકી સામેના ૧૯૯૬માં નોંધાયેલા બોગસ વોટિંગના કેસ અને ૨૦૧૪માં નોંધાયેલા બેનામી રોકડના કેસની ફરિયાદ અને કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે. આ ઉપરાંત ૨૦૧૪ની ચૂંટણી દરમિયાન રાજકોટ જિલ્લાના જસદણમાં અને ૧૯૯૬ની વિધાનસભઆ ચૂંટણી દરમિયાન ભાવનગરમાં નોંધાયેલા કેસ રદ કરવાની પરષોત્તમ સોલંકીની બન્ને પિટિશન જસ્ટિસ ગીતા ગોપીએ આપ્યો મંજૂર કરી છે.

 વર્ષ ૧૯૯૬માં વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાવનગરમાં પોલીસે કેમિકલની ૧૯ બોટલ સાથે બે શખ્સોને ઝડપ્યા હતા. ચૂંટણીમાં વપરાતી શાહીને ભૂંસવા માટે આ કેમિકલ વપરાતું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું અને આ શખ્સોએ એવી કબૂલાત કરી હતી કે તેઓ પરષોસત્તમ સોલંકીના એજન્ટ છે. આ કેસમાં પ્રથમ ચાર્જશીટમાં અરજદાર સોલંકીનું નામ નહોતું પરંતુ પુરવણીની ચાર્જશીટમાં બે વર્ષ બાદ તેમને આરોપી તરીકે દર્શાવાયા હતા. આ કેસમાં વર્ષ ૨૦૧૬માં મેજિસ્ટ્રેટ કોર્ટ વોરંટ પણ જારી કર્યુ હતું. આ કેસ રદ કરતા આદેશમાં હાઇકોર્ટે નોંધ્યું છે કે મેજિસ્ટ્રેરિયલ કોર્ટ સમક્ષ ઓથોરિટી દ્વારા કોઇ લેખિત ફરિયાદ ન કરવામાં આવે ત્યાં સુધી કોર્ટ પોતાની રીતે આમ સંજ્ઞાાન લઇ શકે નહીં. જેથી કોર્ટન આ આદેશ કાયદા અને પ્રસ્થાપિત સિદ્ધાંતોની દ્રષ્ટિએ ક્ષતિપૂર્ણ હોવાથી ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અને કાર્યવાહી રદ કરવામાં આવે છે.

વર્ષ ૨૦૧૪માં પરષોત્તમ સોલંકી ભાજપના સ્ટાર પ્રચારક હતા અને તેઓ હેલિકોપ્ટરમાં જસદણ પ્રચાર માટે આવ્યા હતા. તેઓ જસદણ ઉતર્યા ત્યારબાદ ચૂંટણી અધિકારીઓની ટીમે તેમના હેલિકોપ્ટરમાંથી ૧.૭૫ લાખ રૃપિયાની રોકડ ધરાતી સ્યુટકેસ ઝપી હતી. જેના આધારે ચૂંટણી અધિકારીએ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કર્યુ હતું. જેને રદ કરવાની પિટિશનમાં રજૂઆત કરાઇ હતી કે આ કેસમાં પોલીસે આપેલા રિપોર્ટ સામે ચૂંટણી અધિકારીએ કોઇ વાંધો ઉઠાવ્યો નથી. પિટિશન ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે નોંધ્યું છે કે આ રોકડનો ઉપયોગ લાંચ માટે થવાનો છે તેવા માત્ર અનુમાનના આધારે કાર્યવાહી શરૃ થઇ છે. જેથી કેસનું મૂલ્યાંકન કરતા લાંચનો કેસ બનતો નથી.

By admin