પોરબંદરની 700 કીશોરીઓને માસિકચક્રનું માર્ગદર્શન અપાયું

પોરબંદરના પછાત વિસ્તારની 700 કીશોરીઓને માસિકચક્રની સમજ અપાઇ હતી.

પોરબંદર નગરપાલિકામાં યુએસએઆઇડી સંસ્થાના સહયોગથી અર્બન મેનેજમેન્ટ સેન્ટર અને સાથ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા મિસાલ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત શહેરમાં સ્વચ્છતાને લગતા કામોમાં નગરપાલિકાને સહયોગ કરવો તથા શહેરમાં આવેલા સ્લમ વિસ્તારમાં લોકોને મૂળભૂત જરીયાતની સુવિધા મળી રહે તે માટે તેમની સાથે કામ કરવું અને તેમને સફાઇ તથા સ્વચ્છતા રાખવા માટે જાગૃત કરવા તે મુખ્ય હેતુ છે. મિસાલ પ્રોગ્રામ અંતર્ગત સ્લમ વિસ્તારોમાં અવાર-નવાર લોકોમાં જાગૃતિ લાવવા માટે અલગ-અલગ પ્રવૃતિઓ જેમ કે હેન્ડ વોશિંગ, કોવિડ-19 અવેરનેસ, સ્વચ્છતા રેલી, વગેરે કરવામાં આવેલ છે. આ સિવાય સ્લમ વિસ્તારમાં રહેતી પુખ્તવયની કિશોરીઓને માસિક વિશે સમજ આપવા માટે સાથ ચેરીટેબલ ટ્રસ્ટ, યુનિપેડ ઈન્ડિયા પ્રા.લી. અને ટીજીબી ચેરીટી દ્વારા અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્‌યો જેમાં 1ર સ્લમની કિશોરીઓને માસિકચક્ર દરમ્યાન શું તકેદારીઓ રાખવી તેનું શિક્ષણ અને સમજ આપવામાં આવી. કુલ પ કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં લગભગ 700 થી પણ વધુ કિશોરીઓએ ઉત્સાહથી ભાગ લીધો અને તેમને રીયુઝેબલ સેનેટરી પેડના પેકેટ પણ આપવામાં આવ્યા હતા.