ગુજરાત પેટા ચુંટણી : અમરેલીના ધારીમાં કનુભાઈ અઘેરા એ જનચેતના પાર્ટીમાંથી ભર્યું ફોર્મ

રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી ના અમરેલી જિલ્લા પ્રમુખ ભોળાભાઈ વાઘેલા, ચૂંટણી ઇન્ચાર્જ ભદ્રેશભાઈ મકવાણા દાસભાઈ રંગપરા સાથે અનેક સમર્થકો ના નેતૃત્વમાં ધારી ખાતે વિધાનસભા પેટા ચૂંટણીમાં કનુભાઈ અઘેરા એ આજરોજ રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે,

આ તકે પાર્ટીના મહામંત્રી અશોકભાઇ ભલીયાએ જણાવ્યું હતું કે આવો સમગ્ર ગુજરાતના સૌ જાગૃત કાર્યકર્તા ભાઈઓ બહેનો યુવાનો વડીલો, ઘારી ના ઉમેદવાર અને લોકલાડીલા ધારાસભ્ય ઉમેદવાર કનુભાઈ અઘેરાને જંગી બહુમતીથી વિજય બનાવીએ હીરો ચમકાવીએ…

રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના અધ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડાએ હુંકાર ભર્યો હતો કે 2022 માં ગુજરાત વિધાનસભાની જનરલ ચૂંટણીમાં અમારો પક્ષ ગુજરાતમાં નોંધપાત્ર ઉમેદવારો ચુંટી કાઢશે.