પોરબંદર ખાતે તા. ૧૦ ઓકટોબરનાં રોજ યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે

પોરબંદર તા.૮, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા તા.૧૦ ઓકટોબરનાં રોજ ગુજરાત યોગ બોડના ચેરમેન યોગ સેવક શીશપાલની અધ્યક્ષતામાં પોરબંદરના બિરલા હોલ ખાતે તા.૧૦ ઓકટોબરના રોજ સવારે ૮ કલાકથી ૧૧ કલાક સુધી યોગ સંવાદ યોજાશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના યોગમય ગુજરાતના સપનાને સાકાર કરવા માટે ગુજરાતમાં યોગ બોર્ડ દ્રારા દરેક જિલ્લાઓમાં યોગ ટ્રેનર્સ તથા યોગ કોચની નિમણૂક કરી ઘર ઘર સુધી યોગ પહોંચે તે માટે યોગ ક્લાસ શરૂ કરવામા આવ્યા છે. યદગ સાધકોનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે હેતુથી યોગ બોર્ડના ચેરમેન જુદા-જુદા જિલ્લાઓમાં જઇને યોગ ટ્રેનર્સ, યોગ કોચ સાથે યોગ સંવાદ કરી રહ્યા છે. ત્યારે પોરબંદર ખાતે યોજાનાર યોગ સંવાદ કાર્યક્રમમાં પતંજલિ યોગ સમિતિ, આર્ટ ઓફ લિવિંગ અને લકુલીશ જેવી સંસ્થાઓ પણ સહયોગ કરી રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા યોગ કોચ જીવાભાઇ ખુટી, હાર્દિકભાઇ તન્ના તથા યોગ ટ્રેનર્સ જહેમત ઉઠાવી રહ્યા છે.