ઓદ્યોગિક તાલીમ સંસ્થા કુતિયાણા રાણવાવ ખાતે ઓગષ્ટ પ્રવેશ સત્રનો ત્રીજો રાઉન્ડ શરૂ કરાયો

પોરબંદર તા.૬, ઓદ્યોગિક તાલીમ સંસ્થા રાણાવાવ અને કુતિયાણા ખાતે પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૨૦ અંતર્ગત ત્રીજો પ્રવેશ રાઉન્ડ શરૂ કરાયો છે. NCVT/GCVT ટ્રેડ માટે તા.૫ ઓકટોબરથી તા.૧૯ ઓકટોબર સુધી ફોર્મ રજીસ્ટર કરાવી શકાશે. ઉપરાંત તા.૨૦ ઓકટોબરે મેરીટ પ્રસિધ્ધ કરાશે. વધુ જાણકારી માટે સંસ્થા ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયુ છે.