મધ્યપ્રદેશની શાળાઓમાં હાજરી પૂરતી વખતે વિદ્યાર્થીઓને ‘જયહિંદ’ બોલવા આદેશ

મધ્યપ્રદેશના સતના જિલ્લામાં તમામ શાળાઓમાં હાજરી પૂરતી વખતે વિદ્યાર્થીઓને ‘યસ સર’ કે ‘યસ મેડમ’ને બદલે ‘જયહિંદ’ બોલવા આદેશ કરાયો હતો. વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવા આ પગલું લેવાયાનું જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું. મધ્યપ્રદેશના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે ‘યસ સર’ અને ‘યસ મેડમ’ ભારતીય સંસ્કૃતિના નથી. સતનામાં આ પ્રયોગ સફળ થશે તો સમગ્ર રાજ્યની શાળાઓમાં આ પ્રથા દાખલ કરાશે. જયહિંદ બોલવાથી બાળકોમાં નાની ઉંમરથી જ દેશપ્રેમ જાગૃત થાય છે. સેનાના જવાનો પણ હાજરી પૂરતી વખતે જયહિંદ બોલે છે તેમ તેમણે જણાવ્યું હતું.