પાકે બંદૂકના નાળચે બોટના અપહરણ કર્યા હોવાથી માછીમારોને કરોડોની નુકશાની

ભારતીય જળ સીમામાં ઘૂસીને પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા છાસવારે ભારતીય માછીમારોના અપહરણ કરવાનો સિલસિલો ચાલુ છે ત્યારે વધુ એક વખત સાત બોટ અને 40 માછીમારોના અપહરણ કર્યા હોવાના પગલે માછીમારોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠયો છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો ગત તારીખ ૧૩ માર્ચના ચાર બોટલ ૨૪ માછીમારો તેમજ ૧૬ માર્ચના બે બોટ અને ૧૧ માછીમારો અને ૧૮ માર્ચના ૬ બોટ ૩૫ માછીમારોના અપહરણ કર્યા હતા. ત્યારે વધુ એક વખત પાક મરીન સિકયુરિટી એજન્સીએ નાપાક હરકત કરી છે. અને સાત બોટ સાથે ૪૦ માછીમારોને બંધક બનાવી પાકિસ્તાનના બંદરે લઈ જવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ૧૯ બોટના અપહરણ કર્યા હોવાના પગલે બોટ માલિકોને કરોડો રૂપિયાની નુકશાની વેઠવી પડી છે. અને પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સીએ ૯.૫૦ કરોડની સંપત્તિ પર કબજો કરી ૧૧૦ જેટલા ખલાસીઓને પણ છેલ્લા એક અઠવાડિયામાં બંધક બનાવ્યા હોવાના પગલે માછીમારો લાલઘૂમ બન્યા છે.

By admin