પોરબંદરમાં ડ્રોઈંગ, ફોટોગ્રાફી અને પેઇન્ટિંગ એક્ઝિબિશનનો પ્રારંભ

પોરબંદર શહેરમાં આવેલ મહારાણા આર્ટ ગેલેરી ખાતે ક્રિએટીવિટી આર્ટ ફાઉન્ડેશન દ્વારા ચેરિટી થ્રોવ આર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પેન્ટિંગ, ડ્રોઈંગ, ફોટોગ્રાફી અને ક્લચરનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. શનિવારના દિવસે આ એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ પ્રકારના 70 પેઇન્ટિંગ મૂકવામાં આવ્યો છે. આ એક્ઝિબિશન 23 માર્ચ સુધી યોજાશે. જેમાં અમદાવાદ, ભાવનગર, સુરત, મુંબઇ અને પોરબંદર સહિતના કલાકારો જોડાયા છે. આ એક્ઝિબિશનના શ્રેષ્ઠ પેન્ટિંગનું વેચાણ થઈ રહ્યું છે જેમાં જે નાણાંની આવક થશે તે વિકલાંગ બાળકોના લાભાર્થે વાપરવામાં આવશે. આ એક્ઝિબિશનનો લાભ લેવા મોટી સંખ્યામાં નગરજનોને અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બલરાજ પાડલિયા, કરશનભાઇ ઓડેદરા, સોનલબેન ઓડેદરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.