ત્રણ લાખનો ચેક બાઉન્સ થતાં 1 શખ્સને 1 વર્ષની સજા અને 3 લાખનો દંડ ફટકારાયો

સિનિયર વકીલની ધારદાર રજૂઆતના પગલે જુડીશયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચુકાદો અપાયો

પોરબંદરની જુડીશયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં તાજેતરમાં ફોજદારી કેસની ફરિયાદનો ચુકાદો આપવામાં આવ્યો હતો. પોરબંદરના સિનિયર વકીલ મહેશ નાંઢાએ ફરિયાદની તરફેણમાં જુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ધારદાર રજૂઆત અને દલીલો કરી હતી. આ અંગેનો બનાવ એવો હતો કે અમીન અબુ સુમરાએ ફરિયાદીને ત્રણ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. અને અમીન સુુમરાએ આપેલ ત્રણ લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થઇ ગયો હતો. જેથી આ અંગેની ફરિયાદ અમીન સુમરા વિરુદ્ધ નોંધાવી હતી. આ કેસમાં વકીલની ધારદાર રજૂઆતને ધ્યાને લઇને આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. અને ત્રણ લાખ રૂપિયાનું વળતર ફરિયાદીને ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે. અને જો ત્રણ લાખની રકમ ન ચૂકવે તો વધુ છ મહિનાની સજાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો.