રોડ પર મેટલ ભરેલ ટ્રક ખૂંપી ગયો

પોરબંદર શહેરમાં ભૂગર્ભગટરની કામગીરી ખૂબ જ નબળી ગુણવત્તા વાળી કરવામાં આવી છે. જેના કારણે અનેક લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વધુ એક વખત ભૂગર્ભ ગટરની કામગીરી ખૂબ જ નબળી ગુણવત્તા વાળી કરવામાં આવી હોવાના કારણે જે સ્થળે ગટરનું કામ થયું છે ત્યાં મેટલ ભરેલ ટ્રક  ખૂંપી ગયો છે
આ ટ્રકને કાઢવા માટે jcb મશીનરીની જરૂર પડી હતી અને જીસીબી મશીનરીથી રોડ પર ખુપેલ ટ્રકને બહાર કાઢવામાં આવ્યો હતો. રોડ પર ગટરનું નબળું કામ કરવામાં આવ્યું છે. અહીં સિમેન્ટ કોંક્રીટ અને લોખંડ સહિત નબળી ગુણવત્તા વાળુ વાપરવામાં આવ્યું હોવાના કારણે રોડ પર  ટ્રક ખૂટી જવાનો બનાવ સામે આવ્યો છે. જેથી નગરજનોમાં પણ ભારે આક્રોશ વ્યાપ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવતી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી રહી છે.