સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન આમ આદમી પાર્ટીને મળ્યું છે. તેની સાથે આમ આદમી પક્ષે ગુજરાતમાં પહેલી વખત પ્રવેશ કર્યો છે. હવે વિધાનસભાની ચૂંટણીંમાં આમ આદમી પક્ષ ભાજપ સામે પડકાર ઊભો કરીને કોંગ્રેસનો સફાયો કરી શકે એવી તાકાત સુરતથી મેળવી છે.

વોર્ડ નંબર 17માં પુણા પૂર્વમાં AAPની ભવ્ય લિડથી જીત થઇ છે. પુણા પૂર્વમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોની જીત થઇ છે. વોર્ડ નંબર 5 આમ આદમી પાર્ટીના ચારે ચાર ઉમેદવાર વિજય થયા છે.

કોંગ્રેસને સુરતમાં કોંગ્રેસને પાટીદારોની સાથે ટક્કર લેવી ભારે પડી હતી. કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલન સમિતિની સાથે ટક્કર લેતા પાટીદાર વિસ્તારમાંથી કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. પાટીદારોએ સુરતમાં પરિવર્તન લાવવા માટે એક મોકો આપને આપ્યો છે.

સુરતમાં આમ આદમી પાર્ટીએ પહેલી વખત તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કર્યા અને ઉમેદવારોની જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું.

વોર્ડ નંબર 4 કાપોદ્રા અને વોર્ડ નંબર 16 પુણા(પશ્ચિમ)માં આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે.

વોર્ડ નંબર 4માંથી ધર્મેન્દ્ર છગન વાવલિયા, ઘનશ્યામ ગોવિંદ મકવાણા, સેજલ જીગ્નેશ માલવિયા અને કુંદન હરેશ કોઠિયાનો વિજય થયો છે.

વોર્ડ નંબર 16 પુણા(પશ્ચિમ)માંથી પાયલ કિશોર સાકરિયા, જીતેન્દ્ર પાંચા કાછડિયા, વિપુલ ધીરુ મોવલીયા અને શોભના કિરીટ કેવડીયાનો વિજય થયો છે.

વોર્ડ નંબર 2મા મોનાલી અરવિંદભાઈ હિરપરા, રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા, અલ્પેશ અશોકભાઈ પટેલ અને ભાવનાબેન ચીમનભાઈ સોલંકી ઉમેદવારોનો વિજય થયો છે.

મતગણતરી કેન્દ્ર બહાર આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે.

વોર્ડ નંબર 4ના કાપોદ્રામાં કુંદન કોઠિયાને 21623, સેજલ માલવિયાને 19687, ઘનશ્યામ મકવાણાને 20862 અને ધર્મેન્દ્ર વાવલિયાને 21180 મત મળ્યા છે, જ્યારે વોર્ડ નંબર 16 પૂણા(પશ્ચિમ)માં આપના ઉમેદવાર પાયલ સાકરિયાને 23154, શોભના કેવડિયાને 21348, જીતેન્દ્ર કાછડીયાને 24119 અને વિપુલ મોવલિયાને 22510 મતો મળ્યા છે.