પોરબંદરમાં વિદ્યાર્થી લોન સહાય ના ફોર્મ વિતરણ કરાયા હોય અને વિદ્યાર્થીઓ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજ જોડી પોસ્ટ ઓફિસે ગયા હતા. જ્યાં એક અગ્રણીએ તપાસ કરતા આ ફોર્મમાં લખેલ સંસ્થાના રજી. નં. લખ્યા ન હતા જેથી શંકા જતા વિધાર્થીઓને સમજાવ્યા હતા. અને આ ફ્રોડ હોવાનું જણાવ્યું હતું. નડિયાદની એક સંસ્થાના ફોર્મ કોઈ શખ્સ દ્વારા વિતરણ થયા હતા.

વિદ્યાર્થીઓને સહાય લોન માટેનું ફોર્મ ભરી પોસ્ટ દ્વારા મોકલવાનું જણાવ્યું હતું. આધાર, મોબાઈલ નંબર તેમજ વાર્ષિક આવકના દાખલા વગેરે મોકલી અલગ અલગ ધોરણ માટે 10 હજાર સુધીની લોન આપવાની લાલચ અપાઈ હતી. પોસ્ટ ઓફિસે અનેક વાલીઓ સાથે વિદ્યાર્થીઓ ફોર્મ મોકલવા આવી પહોંચ્યા હતા. અને

ઘસારો જોવા મળતા પોસ્ટ માસ્ટર તેમજ અગ્રણીઓએ આ અંગે તપાસ કરી હતી. અગ્રણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સહાય માટે સંસ્થાના રજી. નં. ફોર્મમાં ન હતા અને એક આવી જ સાઇટ તપાસી નડિયાદ ફોન કરતા તેઓએ જણાવ્યું હતું કે આવી સંસ્થા નથી. ફ્રોડની શંકા જતા આ સાઇટ પર પણ તપાસ કરતા એપ્રિલમાં સાઇટ શરૂ થશે તેવું જાણવા મળતા અગ્રણી અને પોસ્ટ માસ્તરે વાલીઓને આ અંગે ખરાઈ કરવા જણાવી સમજાવ્યા હતા. અગ્રણીએ જણાવ્યું હતું કે આ સંસ્થા ફ્રોડ હોવાની શંકા છે અને આધાર નમ્બર તેમજ મોબ નંબર પરથી સાયબર ક્રાઇમ થઈ શકે છે જેથી આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.