પોરબંદરના પનોતાપુત્ર રામ મોકરીયા રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર

પોરબંદરના વતની અને મારુતિ કુરિયરના ઓનર રામભાઈ મોકરીયા જે ભારતીય જનતા પાર્ટીના વર્ષોજૂના કાર્યકર છે. અને લોક ડાઉન દરમિયાન પણ તેમણે યથાક સેવાકીય પ્રવૃતિ યોજી હતી. કોરોનાવાયરસની મહામારીમાં લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી હતી તે સમય દરમિયાન પોરબંદરમાં પણ તેમણે લાખો રૂપિયા સેવાકીય પ્રવૃતિ પાછળ ખર્ચાયા હતા. ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના રાહત ફંડમાં પણ રામભાઈ મોકરીયાએ કરોડો રૂપિયા આપ્યા હતા. તાજેતરમાં યોજના રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે પોરબંદરના વતની રામભાઈ મોકરીયાની જાહેરાત કરવામાં આવી છે. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના પનોતાપુત્ર રામભાઈની રાજ્યસભાના સાંસદ પદના ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી હોવાના પગલે પોરબંદર વાસીઓમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી.