પોરબંદર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન

પોરબંદર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી છે અને રાજકીય પક્ષો દ્વારા પણ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે ત્યારે કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સતર્ક બની છે. અને પોરબંદર પોલીસ દ્વારા શહેરના રાજમાર્ગો પર ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. રાત્રિના 8 વાગ્યાના સમય દરમિયાન શહેરના રાજમાર્ગો પર ફ્લેગમાર્ચ યોજાઈ હતી. કમલાબાગ પોલીસ સ્ટેશનથી પોલીસની કારનો કાફલો અને પેટ્રોલીગ બાઇક સાથે સત્યનારાયણ ભગવાનના મંદિરથી એસવીપી રોડ અને હનુમાન ગુફા પોલીસ ચોકી થઈને સુદામા ચોક, ખાદી ભવન ખાતેથી બસ સ્ટેશન રોડ થઈ બસ સ્ટેશન રોડ પરના રૂટ ખાતેથી પોલીસે ફ્લેગમાર્ચ યોજી હતી. આ તકે મોટી સંખ્યામાં પોલીસનો સ્ટાફ જોડાયો હતો.