સત્સંગ યોજી રામ મંદિરના નિર્માણ માટે 1,11,495 નીધિ ફંડ એકત્રિત કરાયું

પોરબંદરમાં વલ્લભ સત્તામંડળ દ્વારા અવારનવાર ભજન સત્સંગ કીર્તનનું આયોજન કરવામાં આવે છે ત્યારે વધુ એક વખત વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા દિવ્ય સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને રામ મંદિર માટે નીધિ સમર્પણ ફંડ એકત્રિત કરવામાં આવ્યુ હતું. અવારનવાર ભજન સત્સંગનો કાર્યક્રમ યોજી અત્યાર સુધીમાં 1,11,495 રૂપિયાનું નિધિ ફંડ રામ મંદિરના નવનિર્માણ માટે અર્પણ કરવામાં આવ્યું છે. આમ પ્રકાશભાઈ રૂપારેલની ટીમ દ્વારા વધુ એક વખત ભજન સત્સંગનું આયોજન કરતાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.