મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણીલક્ષી કાર્યક્રમો દરમિયાન અનેક લોકોના સંપર્કમાં આવ્યા છે ત્યારે હવે ભાજપ માટે ચિંતા વધી ચુકી છે. મુખ્યમંત્રીના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભાજપના વધુ 2 નેતાઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. જેમાં એક પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા અને બીજા કચ્છના સાંસદ વિનોદ ચાવડા છે. તેમના કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યા છે.
જણાવી દઈએ કે ચૂંટણીલક્ષી કાર્યક્રમો દરમિયાન મુખ્યમંત્રના સંપર્કમાં અનેક લોકો આવ્યા હતા. તેથી હવે મુખ્યમંત્રીને છેલ્લા 1 સપ્તાહ દરમિયાન મળેલા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ સાથે જ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો અને સરકારના અન્ય મંત્રીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ સાથે જ તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા છે. સારવાર લીધા બાદ આગામી 14 દિવસ સુધી મુખ્યમંત્રી રૂપાણી કોરોન્ટાઈન રહેશે.