મુંબઈ નહીં સુરતમાં ધમધમતી પોર્ન ઈન્ડસ્ટ્રી

મુંબઈના બહુચર્ચિત પોર્ન રેકેટમાં તનવીરની ધરપકડ:

ગુજરાતનુ સુરત શહેર પોર્ન ફિલ્મોનું નવુ હબ બની ગયું છે. મુંબઈના ક્રાઈમ બ્રાન્ચ સામે સુરતના તનવીર હાશ્મીએ ચોંકાવનારા ખુલાસા કર્યાં

મુંબઈમાં ચકચાર મચાવનાર પોર્ન ફિલ્મ રેકેટનું કનેક્શન સુરત સુધી પહોંચી ગયું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી તન્વીર હાશમી નામના શખ્સની ભાટપોર  નજીકથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો અનુસાર, તનવીર પોર્ન ફિલ્મ મુવીઝને અલગ અલગ ઓ.ટી.ટી. એપ્સ પર અપલોડ કરવાનું કામ કરતો  હતો. પોર્ન ફિલ્મ કેસમાં આ મોટા અપડેટ છે.

ગુજરાતનુ સુરત શહેર પોર્ન ફિલ્મોનું નવુ હબ બની ગયું છે. મુંબઈના ક્રાઈમ બ્રાન્ચ સામે સુરતના તનવીર હાશ્મીએ ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. તનવીરને  સુરતમાંથી બુધવારના રોજ પકડવામાં આવ્યો છે. મુંબઈના બહુચર્ચિત પોર્નફિલ્મ રેકેટમાં આ નવા અપડેટ છે. તન્વીર હાશમી સુરતના ચોક બાઝાર ખાતે રહે  છે અને તે મુંબઈમાં પોર્ન ફિલ્મો બનાવતો હતો. મુંબઇ ક્રાઈમ બ્રાન્ચ ભાટપોર વિસ્તારથી તેને ઊંચકી ગઈ છે. ત્યારે તનવીરની પૂછપરછમાં મોટા ખુલાસા  થાય તેવી શક્યતા છે.

મુંબઈના મોંઘાદાટ બંગલોમાંથી સુરતમાં શિફ્ટ થઈ પોર્ન ઈન્ડસ્ટ્રી

પ્રાપ્ત માહિતી અનુસાર, પોર્ન ફિલ્મોની શુંટિંગ બંગલામા જ વધુ થતી હોય છે. મુંબઈના મોટાભાગના બંગલા મડ આઈલેન્ડમાં છે. જ્યાં ગત સપ્તામાં  ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી હતી અને પોર્ન  ફિલ્મની લાઈવ શુટિંગ દરમિયાન પાંચ લોકોની ધરપકડ કરી હતી. પરંતુ મડ આઈલેન્ડના બંગલાનું ભાડુ વધુ છે. તેથી  પોર્ન ફિલ્મોના બજેટને તે પોસાય તેમ નથી. તેથી આ ગ્રૂપે સુરત શહેર અને તેની બહારના કેટલાક બંગલાને મુંબઈની સરખામણીમાં સસ્તા ભાવે તેને રેન્ટ  પર લીધા હતા. અહી મુંબઈથી મોડલ્સ મંગાવીને નિયમિત પોર્ન શુટિંગ થવા લાગ્યું. બુધવારે પકડાયેલ તનવીર હાશ્મી પણ આ ગ્રૂપમાંનો એક સદસ્ય છે.

ગહના વશિષ્ઠ બનાવતી હતી પોર્ન ફિલ્મ
પૂછપરછમાં સામે આવ્યું કે, તનવીર ન્યુફ્લિક્સ ઓટીટી માટે આ ફિલ્મ બનાવતો હતો. જેના સાડા ચાર લાખથી પણ વધુ કસ્ટમર છે. ન્યુફ્લિક્સનો માલિક  હાલ ફરાર છે. આ કેસમાં પકડાયેલ મોડલ અને અભિનેત્રી ગહના વશિષ્ઠ પણ ફરાર આરોપી માટે પોર્ન ફિલ્મ બનાવતી હતી.

15 એપ્સ માત્ર પોર્ન પિરસતુ હતું
ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા જાણવા મળ્યું કે, ગહના વશિષ્ઠની ખુદની પણ એક ઓ.ટી.ટી. એપ હતી, જેના 67 હજારથી વધુ સબ્સક્રાઈબર હતા. આ કેસમાં  પહેલી ધરપકડ યાસ્મીન ખાન નામની મહિલાની થઈ છે. તેની હોથિટ મૂવીઝ નામની એપ છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં અંદાજે 15 એવા એપ  મળ્યા છે, જેમાં પોર્ન બતાવવામાં આવે છે. પોર્નનો બધો કારોબાર કેશમાં નહિ, પરંતુ ઓનલાઈન થતો હતો.

File photo : ગહના વશિષ્ઠ
File photo : ગહના વશિષ્ઠ
File photo : ગહના વશિષ્ઠ