પોરબંદર જિલ્લાનાં ખીરસરા ગામ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

પોરબંદર જિલ્લાનાં ખીરસરા ગામ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણીપંચ દ્વારા શહેરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન 100 ટકા મતદાન થાય તેવા પ્રયાસો પણ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. અને અમે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોએ સાયકલ પર સવાર થઇ રેલી યોજી હતી. અને મતદાન જાગૃતિ અંગે ગ્રામજનોને પણ જાગૃત કર્યા હતા. આ તકે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.