ઉત્તરાખંડ હોનારત ભૂસ્ખલનને લીધે થઇ હોવાનો ધડાકો

ઉત્તરાખંડમાં ઋષિગંગામાં આવેલા પૂરના કારણે અત્યાર સુધી નંદાદેવી ગ્લેશિયરનો કોઈ ભાગ તૂટ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ, પરંતુ આંતરાષ્ટ્રીય ભૂગર્ભ વિજ્ઞાની અને ગ્લેશિયરોના જાણકાર એ દાવો કરી રહ્યા છે કે આ ઘટના ગ્લેશિયર તૂટવાથી નહીં, પરંતુ ભૂસ્ખલનના કારણે થઈ છે. આવો જાણીએ આખરે આ વૈજ્ઞાનિક ચમોલીમાં થયેલી હોનારતને લઇને શું દાવો કરી રહ્યા છે. યૂનિવર્સિટી ઑફ કેલગેરીના જિયોલોજિસ્ટ અને ગ્લેશિયર એક્સપર્ટ ડોક્ટર ડૈન શુગરે પ્લેનેટ લેબ્સની સેટેલાઇટ ઇમેજની તપાસ કરવાનો દાવો કર્યો છે.

ચમોલી અકસ્માત ગ્લેશિયર તૂટવાના કારણે નહોતો થયો. આ ત્રિશૂલ પર્વત પર થયેલા ભૂસ્ખલનના કારણે નીચે ગ્લેશિયર પર દબાવના કારણે બન્યો છે. પ્લેનેટ લેબ્સની સેટેલાઇટ તસવીરોથી સ્પષ્ટ જાહેર થાય છે કે જે સમયે અકસ્માત થયો તે સમયે ત્રિશૂલ પર્વતની ઉપર ધૂળનો ગોટો ઉડી રહ્યો છે. ઘટનાની પહેલા અને પછીની તસવીરોને પરસ્પર જોતા અંતર સ્પષ્ટ થાય છે. ઉપરથી જામેલી માટી ખસીને નીચેની તરફ આવી અને ત્યારબાદ ફ્લેશ ફ્લડ થયું.

ડોક્ટર ડૈન શુગરે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, ગ્લેશિયરની ઉપર ડબલ્યુ આકારમાં ભૂસ્ખલન થયું છે. જેના કારણે ઉપર લટકેલું ગ્લેશિયર નીચે તરફ ઝડપથી આવ્યું, જ્યારે આ પહેલાના રિપોર્ટમાં એ વાતનો ખુલાસો કરવામાં આવી રહ્યો હતો કે આ હોનારત ગ્લેશિયરના તૂટવાના કારણે થઈ છે. સેટેલાઇટ તસવીરોથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ ઘટનાના સમયે કોઈ પણ પ્રકારનું ગ્લેશિયર પીગળ્યું નહોતુ અને ના કોઈ ફ્લેશ ફ્લડ થયું છે.

ડોક્ટર શુગરે સેટેલાઇટ તસવીરોના આધાર પર દાવો કર્યો છે કે અકસ્માતની ઠીક પહેલા ત્રિશૂલ પર્વતની ઉપર એલ આકારમાં ધૂળ અને ભેજ જોવા મળ્યો હતો. સેટેલાઇટ તસવીરોમાં પર્વતની ઉપરના ભાગમાં કોઈ પણ ગ્લેશિયર સરોવરના નિમર્ણિ કે તૂટવાના કોઈ પુરાવા નથી જોવા મળી રહ્યો. આ ભૂસ્ખલનના કારણે એવલાંચના કારણે થયું હશે. પ્લેનેટ લેબ્સના સેટેલાઇટ ઇમેજરી એક્સપર્ટે સેટેલાઇટ તસવીરોના આધાર પર આ ઘટનાની થ્રીડી ઇમેજ બનાવી.