દુ:ખદ :વિમાન દુર્ઘટનામાં 4 ખેલાડીઓનાં મોત

રમતગમતની દુનિયાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમથી અલગ મુસાફરી કરી રહેલા બ્રાઝિલિ ફૂટબોલ ક્લબ પલામસના ચાર ફૂટબોલરો કોરોના પોઝીટીવ  હોવાનું મળતાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુને ભેટ્યા હતા. ઉત્તરી પ્રાંતના ટોકાન્ટિસમાં ઉડાન પૂર્વે વિમાન રનવે પરથી સરકી ગયું હતું. આ અકસ્માતમાં પાલમસ ક્લબના અધ્યક્ષ અને પાઇલટ પણ માર્યા ગયા હતા.

ક્લબના જણાવ્યા મુજબ, આ ખેલાડીઓ વિલા નોવા સામે મેચ રમવા ગોયેનિયા જઈ રહ્યા હતા. ક્લબના પ્રવક્તા ઇઝાબેલા માર્ટિન્સએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે ખેલાડીઓ ખાનગી વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, કારણ કે તેઓ કોવિડ -19 પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે.

માર્ટિન્સે જણાવ્યું હતું કે રવિવારે તેમનો પૃથક્વાસનો અંતિમ દિવસ હતો. મૃતકોમાં ક્લબના પ્રમુખ લુકાસ મીરા અને ખેલાડીઓ લુકાસ પ્રેક્સડેસ, ગુલેરમે નો, રાનુલે અને માર્કસ મોલિનારીનો સમાવેશ થાય છે. પાઇલટની ઓળખ થઈ ન હતી. બે એન્જિનવાળી વિમાન પાઇલટ સહિત છ મુસાફરોને લઇ શકશે.