ઓઢવમાં મ્યુનિસિપલ ચૂંટણીના બહીષ્કારના બોર્ડ લાગ્યા

  • -સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષની લાગણી
  • -લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત

૨૧ ફેબૂ્રઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. આ અગાઉ શહેરના પૂર્વઝોનમાં આવેલા ઓઢવ વોર્ડની જી.આઈ.ડી.સી.વસાહતમાં રહેતા સ્થાનિક રહીશોએ તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાઓ ના મળતા સામાન્ય ચૂંટણીના પ્રચારમાં કોઈપણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ આવવું નહીં એ પ્રમાણેના બોર્ડ વસાહત બહાર લગાવી દીધા છે