ફ્લાઈટમાં 172 મુસાફરો સવાર હતા: ટેક્નિકલ ખામી સર્જાતા વિમાનને વચ્ચે ઉતારવું પડ્યું

સુરતથી કોલકાતા જઈ રહેલા ઇન્ડિગોની ફ્લાઇટનું ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પ્રાથમિક માહિતી મુજબ વિમાનમાં 172 યાત્રીઓ હતા અને ટેકનિકલ ખામી સર્જાઇ હોવાથી ઈમર્જન્સી ઉતરાણ કરવામાં આવ્યું હતું. વિમાન જ્યારે હવામાં હતું ત્યારે પાયલટને એન્જીનમાંથી વિચિત્ર અવાજ સંભળાયો હતો અને ધુમાડો ઉડતો હોય તેમ લાગ્યું હતું. પાયલટની સતર્કતાથી ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બધા યાત્રીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરીને રવાના કરવામાં આવ્યા હતા. જો કે હજી સુધી ખામી શું હતી તે અંગે કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. જાણકારી પ્રમાણે સવારે ઇન્ડિગોના વિમાને સુરત એરપોર્ટથી ઉડાણ ભરી હતી. વિમાન કોલકાતા જઈ રહ્યું હતું ત્યારે રસ્તામાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ભોપાલ એરપોર્ટ નજીક હોવાના કારણે પાયલટે ભોપાલ એર ટ્રાફિક કંટ્રોલ સાથે વાત કરી હતી. આ પછી વિમાનને રાજા ભોજ એરપોર્ટ પર ઉતારવાની મંજૂરી આપવામાં આવી હતી.

વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ પછી યાત્રીઓને કહેવામાં આવ્યું હતું કે તમારે થોડાક સમય માટે રાહ જોવી પડશે કારણ કે વિમાનમાં ટેકનિકલી ખામી સર્જાઇ છે. ભોપાલ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ નિષ્ણાતો દ્વારા વિમાનમાં ટેક્નિકલ ખામી અંગે તપાસ હાથ ધરાઈ હતી.

By admin