અમદાવાદ ખાતે પુનાથી ખાસ વિમાન દ્વારા 2.76 લાખ ડોઝ વેક્સીનનો જથ્થો પહોંચી ચૂક્યો છે અને ગુજરાતના અનેક શહેરોમાં ખાસ પ્રકારની વ્યવસ્થા સાથે આ વેક્સીનને પહોંચતી કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતની સાથોસાથ પોરબંદર ખાતે પણ તારીખ 16 મી થી વેક્સીન આપવાની ઝુંબેશ શ કરવામાં આવશે.

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી વચ્ચે સ્વદેશી વેક્સીન 3 સ્થળે છેલ્લા ઘણા મહિનાઓથી વિવિધ તબક્કામાં સાયન્ટીસ્ટ દ્વારા તૈયાર થઈને અંતિમ એપ્રુવલ માટે હતી ત્યારે પુનાની સીરમ ઈન્સ્ટીટ્યુટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેક કંપનીની કો વેક્સીનને ઈમર્જન્સી વપરાશ માટે મંજુરી સરકારમાંથી મળી છે અને ત્યારબાદ થોડા દિવસો પૂર્વે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનનો પ્રારંભ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

પોરબંદરના સરકારી તંત્ર દ્વારા પ્રાથમિક અંદાજ મુજબ 2500 થી વધુ ફ્રન્ટ લાઈન વર્કર જેમાં જિલ્લાના તબીબો તેમજ હોસ્પિટલના સ્ટાફ અને પોલીસકર્મીની યાદી તૈયાર કરવામાં આવી છે અને તે મુજબની કામગીરી શ કરવામાં આવશે. મંગળવારે ગુજરાતના અમદાવાદ ખાતે સીમર ઈન્સ્ટીટ્યુટની વેકસીન આવી પહોંચી છે ત્યારે હોસ્પિટલના ડી.ડી.ઓ. સહિત ઉચ્ચ અધિકારીઓની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કામગીરી સંદર્ભે વિગતો મેળવી રહ્યા છે અને પોરબંદર ખાતે વેક્સીનનો જથ્થો ક્યારે પહોંચશે અને કેટલી માત્રામાં આવશે ? તેનો નિર્ણય હવે પછી આવશે.

પોરબંદર ખાતે જિલ્લા પંચાયત સામે આરોગ્ય વિભાગની જગ્યામાં ખાસ તૈયાર કરાયેલા મમાં નિધર્રિીત ટેમ્પરેચર મુજબ વેક્સીનનો જથ્થો રાખવામાં આવશે. અને પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ એકસાથે વેક્સીન આપવાની ઝુંબેશ શ કરવામાં આવશે.

By admin