પોરબંદરમાં મહેર શીરોમણી સંત માલદેવબાપુને શિક્ષણાંજલી અર્પણ થશે

મહેર સમાજમાં શિક્ષણની જયોત પ્રજવલ્લિત કરનારા માલદેવબાપુની પપ મી પૂણ્યતિથિ નિમિતે ઝુંડાળાના મહેર સમાજમાં તેમને આગેવાનો દ્વારા શબ્દાંજલી અર્પણ કરવામાં આવશે.

મહેર સમાજના શિરોમણી સંત અને શિક્ષણની જયોત જગાડનાર પૂજય માલદેવ રાણા કેશવાલા (પૂજય બાપુ)ની પપ મી પૂણ્યતિથિએ શ્રધ્ધાંજલી કાર્‌યક્રમનું તા. 1 જાન્યુઆરી ર0ર1 ને શુક્રવારના રોજ શ્રી માલદેવ રાણા મહેર એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા-પોરબંદર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જ્ઞાતિ ગૌરવની ભાવનાને ચરિતાર્થ કરવા પૂજય માલદેવબાપુએ મહેર સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસ કરવાના હેતુથી ગામેગામ ફરી ભંડોળ એકત્ર કરી પોરબંદરના ઝુંડાળા ખાતે મહેર સમાજના વિદ્યાર્થીઓ માટે મહેર બોર્ડીંગની સ્થાપના કરી હતી. આ મહેર વિદ્યાર્થી ભવનમાં પોરબંદરના આસપાસના ગ્રામ્ય વિસ્તારના મહેર સમાજના અનેક વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કરી દેશ-વિદેશ ખાતે પોતાના વ્યવસાય ક્ષેત્રે આગવી સિધ્ધીઓ પ્રાપ્ત કરી છે. મહેર સમાજ ખેતી સહિત બીજા અનેક ક્ષેત્રોમાં વિકાસ સાધી સમાજની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યા છે.

હાલ ઝુંડાળા મહેર બોર્ડીંગ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર જ્ઞાતિ ભવનના નામે ઓળખવામાં આવે છે. આમ, પૂજય માલદેવબાપુએ મહેર સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસની જયોત જગાવી સમાજમાં અનેરી ક્રાંતિ લાવી હતી અને આજે પણ આ અખંડીત જયોત દ્વારા મહેર સમાજ સામાજિક-શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે. પૂજય બાપુએ જગાડેલ શિક્ષણની જયોતને અવિરત પ્રજવલીત રાખવા છેલ્લા 33 વર્ષથી શ્રી માલદેવ રાણા મહેર એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહેર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત ન રહી જાય તે બાબતને ધ્યાનમાં રાખી આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ હેતુ વ્યાજ વગરની એજયુકેશન લોન પણ આપવામાં આવી રહી છે.

મહેર સમાજના જ્ઞાતિ વિકાસ કર્મષ્ઠ સંત પૂજય માલદેવબાપુની પપ મી પૂણ્યતિથિ નિમિતે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારના માર્ગદર્શિકાનું સંપુર્ણ પાલન કરી ડો. વિરમભાઇ ગોઢાણીયાના અધ્યક્ષ સ્થાને પૂજય બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કરી દિવ્યાત્માને શિક્ષણાંજલિ આપવામાં આવશે.

શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા પોરબંદર ખાતે પૂજય માલદેવબાપુને શ્રધ્ધાંજલી સહ શિક્ષણાંજલિ કાર્યક્રમ તા. 01-01-ર0ર1 ને શુકવારના રોજ બપોરે 3 થી 6 રાખવામાં આવેલ છે. આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં હાજર રહેવા મહેર જ્ઞાતિના સૌ ભાઇઓ-બહેનોને પધારવા આ સંસ્થા પ્રમુખ ભરતભાઇ એમ. ઓડેદરા તથા સર્વે ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.