અમદાવાદમાં બે કાર ચાલકો વચ્ચે રેસિંગની શરત લાગી હતી અને પુરપાટ ઝડપે કાર હંકારી હતી જેમાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના વહેલી સવારે બની હતી, આ અકસ્માતમાં મર્સિડીઝ કારની ઝડપ એટલી હતી કે તે બેકાબૂ બની હતી અને તેમાંથી વ્હીલ પણ નીકળી ગયું હતું તેમ છતાં 500 મિટર જેટલી ઢસડાતી રહી હતી 

અમદાવાદમાં નબીરાઓએ ફરી બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો

અમદાવાદમાં નબીરાઓએ કાયદા અને પોલીસનો જાણે કોઈ ડર ન હોય તેમ રેસિંગની શરત લગાવી હતી અને બેફામ કાર ચલાવતા બે કારો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. શહેરના સિંધુ ભવન રોડ પર રેસિંગના ચક્કરમાં મર્સડીઝ કારચાલકે એક સાથે બે ગાડીને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. આકસ્માતની ઘટના આશરે વહેલી સવારે 3 વાગ્યે બની હતી. મર્સિડીઝ કારની સ્પીડ એટલી હતી કે કાર સાથે અકસ્માત સર્જ્યા બાદ વ્હીલ નીકળી ગયું હતું તેમ છતાં 500 મિટર સુધી ઢસડાતી રહી હતી. 

મર્સિડીઝ કાર રિશીત પટેલ ચલાવતો હતો

આ અકસ્માતની ઘટના અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસ દરમિયાન મર્સિડીઝ કાર રિશીત પટેલ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. અને બીજી કાર ઓડી હોવાની માહિતી મળી છે જો કે આ કાર કોણ ચલાવતું હતું તેની હાલ કોઈ જાણકારી મળી નથી. આ અકસ્માતમાં કોઈ મટી જાનહાની નથી.