ધનોરા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરે ગ્રાહકોના નાણાં ચાઉ કર્યા

સાવલી તાલુકામાં આવેલી ધનોરા પોસ્ટ ઓફિસમાં વર્ષ 2015માં પોસ્ટ માસ્ટર તરીકે ધર્મેશ સનાભાઇ પરમાર ફરજ ઉપર હતા ત્યારે પોસ્ટમાં બચત ખાતું, સુકન્યા સમૃદ્ધિ ખાતું, રીકરીંગ ડિપોઝિટના પૈસા રૂપિયા 15400 ગ્રાહકોના આવ્યા હતા. આ રકમ પોસ્ટ માસ્ટરે ગ્રાહકોની પાસબુકમાં એન્ટ્રી કરી પોતાની પાસે લીધી હતી. પરંતુ તે રકમ તેમને સરકારમાં જમા કરાવી ન હતી અને પોતાના અંગત હિતમાં તેનો ખર્ચ કરી નાખ્યો હતો. ઉપરોક્ત વિગતો પોસ્ટ ઓફિસના ઇન્સ્પેક્શન દરમિયાન બહાર આવતા આ અંગે પોસ્ટ વિભાગના અધિકારી લલિતાબેન બિશનોઈએ ધર્મેશ પરમાર સામે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.