શિનોરના અવાખલ ગામે કારમાંથી રૂ.31,800નો વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા

શિનોર તાલુકાના અવાખલ ગામે કારમાંથી રૂ. 31,800નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર, રોકડા રૂ. 1,070, એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.3,86,870નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને બૂટલેગર સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ મોકલનાર દમણની વ્યક્તિ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

મળતી વિગત મુજબ શિનોર તાલુકાના અવાખલ ગામના મંદિર ફળિયામાં ઉગેલી કારમાંથી રૂ. 31,800નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર, રોકડા રૂ.1,070, એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 3,86,870નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને હિતેશ ઉર્ફે સોમો ઘનશ્યામ પટેલ રહે મેથી બ્રાહ્મણ ફળિયું કરજણ તાલુકો, કમલેશ ઈશ્વર ઠક્કર રહે.ઉચેડિયા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ અને મહેન્દ્ર પ્રાગજી પટેલ રહે.અવાખલને ઝડપી પાડ્યા હતા.