ફતેગંજ પોલીસ સ્ટેશન અલગ-અલગ વ્યક્તીઓના ગુમ થયેલા 15 મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. ઉપરાંત અલગ-અલગ ગુનાના કામે કબ્જે કરેલા સોનાના ચાંદીના દાગીના તથા લગડીઓ તથા રોકડ રૂપીયા પોલીસ સ્ટેશનમાં હતો. આમ મોબાઈલ અને દાગીના સહિતનો મળી 36,12,000 મુદ્દામાલ ફરિયાદીને પરત સોંપવામાં આવ્યા હતા.

શહેરમાં મોબાઇલ ચોર ટોળકી સક્રિય છે જેઓ ચાર રસ્તા પર મોબાઈલ પર વાત કરતા ચાલતા જઈ રહ્યા હોય તેવા લોકોને ટાર્ગેટ કરી તેમની પાસેથી મોબાઇલ ખુચવીને ફરાર થઈ જતા હોય છે. બીજી તરફ કેટલાક લોકોના મોબાઈલ ગુમ થયા હોવાની પણ ફરિયાદ નોંધાતી હોય છે. ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ કંપનીઓના મોબાઇલ ફોન ગુમ થયા હોવાની ફરિયાદ નોધાઇ હતી. જે બાબતે ફતેગંજના પીઆઇ વી.કે.દેસાઇ દ્વારા અરજી સ્કોડમાં ફરજ બજાવતા કર્મચારીઓને મોબાઇલ શોધી કાઢવા સુચના આપી હતી.  મુજબ અરજી સ્કોડના કર્મચારીઓ દ્વારા ટેકનીકલ સોર્સના આધારે કુલ 15 મોબાઇલ ફોન કિ.રૂ 3,62,600ના શોધી કાઢવામાં આવ્યા હતા. તેમજ હાલમાં દિવાળીનો તહેવારને ધ્યાનમાં રાખીને ફરીયાદી પોતાના સોના-ચાંદીના દાગીનાઓ ધારણ કરી શકે તે અનુસધાને અલગ-અલગ 9 ગુનાઓના ફરીયાદીના સોના-ચાંદીના દાગીના તેમજ સોનાની લગડીઓ તેમજ રોકડ રૂપીયા મળી કુલ કિમત રૂ.6,12,000ના દાગીના પોલીસ સ્ટેશનમાં જમા હોય જે ફરીયાદીને પરત કરાવવા સારુ નામદાર કોર્ટમાંથી હુકમ મેળવ્યો હતો. જેથી ફતેગંજ પોલીસમાં 15 મોબાઇલ ફોન તેમજ અલગ-અલગ ફરીયાદીઓના સોના ચાંદીના દાગીના તથા સોનાની લગડીઓ તેમજ રોકડ રૂપીયા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-1 જે.સી.કોઠીયા તથા મદદનીશ પોલીસ કમિશ્નર એ ડીવીઝન ડી.જે.ચાવડાના હસ્તે મુળ માલીકોને પરત સોંપવામાં આવ્યા હતા.