આજે ન્યુઝીલેન્ડ-સાઉથ આફ્રિકા વચ્ચે પુણેમાં ટક્કર

સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ODI World Cup 2023ની 32મી મેચ રમાનાર છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી શરુ થશે. ન્યુઝીલેન્ડની ટીમ 6 મેચમાંથી 4 જીતી પોઈન્ટ્સ ટેબલ પર ત્રીજા નંબરે છે. આજે રમાનાર મેચ ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ જે જો આજે ન્યુઝીલેન્ડની ટીમ હારે છે તો તેના સેમિફાઈનલમાં જવાની ઉમ્મીદોને ઝાટકો લાગશે. પરંતુ જો આજે તે સાઉથ આફ્રિકાને હરાવશે તો પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય બની જશે. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમનો રસ્તો ઘણો સરળ બની જશે. 

વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડનું પલડું ભારે

સાઉથ આફ્રિકા સામે વનડેમાં ન્યુઝીલેન્ડનું પ્રદર્શન બહુ સારું નથી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 71 વનડે મેચ રમાઈ છે. જેમાં ન્યૂઝીલેન્ડે 25 મેચ જયારે સાઉથ આફ્રિકાએ 41 મેચ જીતી હતી. 5 મેચનું પરિણામ આવ્યું ન હતું. પરંતુ ODI World Cupમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે છે. બંને ટીમો ODI World Cupમાં અત્યાર સુધી 8 વખત ટકરાઈ છે, જેમાં ન્યૂઝીલેન્ડે 6 અને સાઉથ આફ્રિકાએ માત્ર 2માં જીત મેળવી છે.

છેલ્લી 2 મેચમાં ચેઝ કરનાર ટીમને મળી જીત

પુણેની પિચ બેટ્સમેનો માટે વધુ અનુકુળ રહી છે. આ પિચ પર ફાસ્ટ બોલરોને પણ મદદ મળે છે. પિચ પર બાઉન્સ અને મુવમેન્ટ જોવા મળી શકે છે. પુણેનું હવામાન ગરમ અને શુષ્ક રહેશે, જેથી અહિયાં વધુ ઝાકળ પડવાની શક્યતા ખુબ ઓછી છે. જેના કારણે પાછળથી બોલિંગ કરનાર ટીમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. જો કે છેલ્લી બે મેચમાં ચેઝ કરનાર ટીમ ખૂબ જ સરળતાથી જીતી હતી. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

સાઉથ આફ્રિકા

ટેમ્બા બાવુમા (C), ક્વિન્ટન ડી કોક (wkt), રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્ઝી, લુંગી એનગીડી

ન્યુઝીલેન્ડ

ટોમ લેથમ (C/wkt), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, જિમી નીશમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન