બાંગ્લાદેશને પહેલો ઝટકો લાગ્યો, તન્ઝીદ હસન આઉટ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે પૂણેના MCA સ્ટેડિયમમાં 17મી મેચ રમાઈ રહી છે. બંને ટીમોએ અત્યાર સુધી 3-3 મેચ રમી છે જેમાં ભારતે ત્રણેય મેચમાં જીત મેળવી છે જયારે બાંગ્લાદેશે માત્ર એક મેચમાં જીતી છે. બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

 સ્કોર 15 ઓવરમાં 94/1

• બાંગ્લાદેશની પહેલી વિકેટ પડી :  કુલદીપ યાદવે તન્ઝીદ હસનને આઉટ કર્યો, હસને પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 43 બોલમાં 51 રન કર્યા

• સ્કોર 10 ઓવરમાં 63/0

• બાંગ્લાદેશનો સ્કોર 9.2 ઓવરમાં 50 રનને પાર થયો,  તન્ઝીદ હસન અને લિટ્ટન દાસની આક્રમક બેટિંગ

• હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો, વિરાટ કોહલી બાકિના ત્રણ બોલ માટે બોલિંગ કરી

• સ્કોર 5 ઓવરમાં 10/0

• બાંગ્લાદેશની બેટિંગ શરુ : તન્ઝીદ હસન અને લિટ્ટન દાસ ક્રિઝ પર

બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત સામે બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશના નિયમિત કેપ્ટન શાકિબ અલ હસન આજે અનફિટ હોવાથી મેચ નથી રમી રહ્યો તેની જગ્યાએ નઝમુલ હસન શાંતો ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ભારતની ટીમમાં કોઈ ફેરફારી નથી થયો.

બંને દેશોનો હેડ-ટુ-હેડ રેકોર્ડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 40 વનડે મેચ રમાઈ છે જેમાં ભારતે 31 અને બાંગ્લાદેશે 8 મેચ જીતી છે જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. ભારતે તેની છેલ્લી પાંચ વનડેમાં ચાર મેચમાં જીત મેળવી છે જ્યારે બાંગ્લાદેશે પાંચ માંથી એક મેચમાં જ જીત મેળવી શકી છે ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

રોહિત પાસે બાંગ્લાદેશ સામે સતત ત્રીજી સદી ફટકારવાની તક

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસે આજે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે સતત ત્રીજી સદી ફટકારવાની તક છે. આ પહેલા રોહિતે 2015ના વર્લ્ડ કપમાં મેલબોર્નના ગ્રાઉન્ડ પર 137 રન તેમજ 2019ના વર્લ્ડ કપમાં બર્મિગહામના ગ્રાઉન્ડ પર 104 રનની ઈનિંગ રમી છે. હાલ રોહિત શર્મા વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે તે જોતા આજે તેની પાસે વધુ એક સદીની આશા છે. 

કોહલી સચિનના રેકોર્ડ તોડવાથી માત્ર 77 રન દૂર 

વિરાટ કોહલીએ અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 510 મેચની 566 ઇનિંગ્સમાં 53.78ની એવરેજથી 25,923 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 77 સદી અને 134 ફિફ્ટી ફટકારી છે. આ સાથે કોહલીએ તેના કરિયરમાં 7 બેવડી સદી પણ ફટકારી છે. કોહલી 26,000 રનના આંકડાથી માત્ર 77 રન દૂર છે. કોહલી માટે સારી વાત એ છે કે જો તે તેની આગામી 34 ઇનિંગ્સમાં પણ 77 રન બનાવે છે તો પણ તે સચિનનો રેકોર્ડ તોડી દેશે. સચિન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 601 ઇનિંગ્સમાં 26,000 રન પૂરા કર્યા હતા.

ભારતની નજર બાંગ્લાદેશ સામે સતત ચોથી જીત પર રહેશે

બંને ટીમો વચ્ચે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ છે જેમાં ભારત ત્રણ અને બાંગ્લાદેશે એક મેચ જીતી છે. બંને વચ્ચે પ્રથમ મેચ 2007ના વર્લ્ડ કપમાં રમાઈ હતી જેમાં બાંગ્લાદેશે મેચ જીતીને ભારતને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધુ હતું. આ બાદ ભારતે વર્લ્ડ કપમાં સતત ત્રણ મેચ જીતી છે. જો આજે ભારતીય ટીમ મેચ જીતશે તો બાંગ્લાદેશ સામે સતત ચોથી જીત મેળવશે.

કેવી છે પૂણેની પિચ

આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 17મી મેચ પૂણેના MCAમાં રમાઈ રહી છે ત્યારે સ્ટેડિયમની પીચ બેટિંગને વધુ અનુકુળ છે અને હાઈ સ્કોરિંગ મેચ થઈ શકે છે. જો કે શરુઆતમાં ફાસ્ટ બોલરને પણ મદદ મળે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 7 વનડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ ચૂક્યા છે જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે ચાર મેચ જ્યારે રન ચેઝ કરનાર ટીમે ત્રણ મેચ જીતી છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સરેરાશ સ્કોર 307 છે. 

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન