પુત્રને આશ્રમશાળામાં મળવા જતા પિતાનું ગંભીર અકસ્માતમાં મોત

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ઊંચા બેડ ગામે દેવ ફળિયામાં રહેતો ગોવિંદ રણછોડ રાઠવા ઉ.વ 27 ગઈ સાંજે બાઈક લઈને ઘોઘંબા ખાતે આશ્રમશાળામાં અભ્યાસ કરતા સાત વર્ષના પુત્ર નિતીનને મળવા માટે જતો હતો તે વખતે હાલોલ વડોદરા રોડ ઉપર આસોજ ગામ પાસે ગોવિંદે બાઈક પરના સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. અને માથામાં ગંભીર ઈજા થવાથી ગોવિંદનું મોત નીપજ્યું હતું. આ અંગે જરોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.