તું મકાનમાં મારું નામ ઉમેરી દે તેમ કહી ભાઈનો ભાઈ પર હુમલો

તાંદલજા વિસ્તારમાં એક જ પરિવારના બે ભાઈ વચ્ચે મકાન મુદ્દે ઝઘડો થયો હતો. જેના ભાઈએ મકાનના મારું નામ ઉમેરી દે તેમ કહી ભાઈને માર માર્યો હતો અને લોખંડના સળીયાથી હુમલો કર્યો હતો. જેથી તેઓએ જે પી રોડ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના તાંદલજા વિસ્તારના રીઝવા ન ફ્લેટમાં રહેતા ઝાકીરભાઇ શાકીરભાઇ અંસારી ભાડેથી રહી ચીશ્તિયાનગર પાસે ફ્રેશ ઇંટ નામની બેકરી ચલાવી મારૂ જીવન ગુજરાન ચલાવું છુ. વર્ષ સને ૨૦૧૭માં મે તથા મારા ભાઇ હૈદરઅલીએ ભેગા મળીને મ.નં.બી-૨૦૨ ફાતીમા હાઇટસ તાંદલજા ખાતે વેચાણથી લીધુ હતું અને તે વખતે મારા ભાઇએ મને ૮ લાખ રૂપિયા આપ્યા અને ત્યારબાદ આ મકાનનો દસ્તાવેજ મારા નામ પર કરાવ્યો હતો. ત્યારબાદ અમે બન્ને ભાઇ સહ પરિવાર મકાનમાં સાથે રહેતા હતા. ત્યારબાદ અમારે ઘરમાં અણબનાવ બનાવ બનતા હું તથા મારી પત્ની ઉપર ભાડેથી રહેવા જતા રહ્યા હતા. આ અગાઉ અમો બન્ને ભાઇએ બેકરી ચાલુ કરેલ તે વખતે મે મારા ભાઇને એક કેક બનાવાનુ ઓવન વાપરવા આપેલ હતુ ત્યારબાદ હું મારા પરિવાર સાથે હાલોલમાં બેકરીનો વેપાર કરવા માટે જવાના હોય જેથી ગઇ કાલ તા.૧૧/૧૦ ૪૨૦૨૩ ના રોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે હુ મારી બેકરી પરથી મારા ભાઇની બેકરી કે જે ચીશ્તિયાનગર તાંદલજા ખાતે મોની સ્ટા નામની બેકરી ખાતે મે આપેલા કેક બનાવવાનુ ઓવન પરત લેવા સારૂ પર ગયેલ તે દરમ્યાન મારો ભાઇ હૈદરઅલી શાકીરભાઇ અંસારીએ મને તને ઓવન પરત નહી આપુ અને તે જે મકાન તારા નામ પર લીધુ છે અમારુ નામ ઉમેરી દે તેમ કહી મને ગંદીગંદી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી તેને ગાળો નહી બોલવાનુ જણાવતા આ મારો ભાઇ મારી ગડદાપાટુનો માર મારી દુકાન ખોલવાનો લોખંડનો સળીયાથી માથાના ઉપરના હુમલો કર્યો હતો.જેથી મને લોહી લુહાણ હાલતમાં મને સારવાર માટે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.