વડોદરામાં નાગરવાડાના મકાનમાંથી દારૂના જથ્થા સાથે ખેપિયો પકડાયો

નાગરવાડા વિસ્તારમાં એક મકાનમાં દારૂનો મોટો જથ્થો લાવવામાં આવ્યો હોવાની વિગતોને પગલે કારેલીબાગ પોલીસે દરોડો પાડી ખેપિયાને ઝડપી પાડ્યો હતો.

નાગરવાડા પટેલ ફળિયા વિસ્તારમાં રહેતો વિકાસ ઉર્ફે ભોપલી રમેશભાઈ માછી દારૂનો જથ્થો લાવ્યો હોવાની વિગતો મળતાં પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે રૂ.1.20 લાખની કિંમતની દારૂની 62 નંગ બોટલો કબજે કરી હતી.

વિકાસ ક્યાંથી અને કોની પાસેથી દારૂ લાવ્યો, કોને કોને દારૂ વેચતો હતો તેની તે મુદ્દે પોલીસે પૂછપરછ હાથ ધરી તેનો મોબાઇલ કબ્જે લીધો છે.