બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચન પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઘૂમર’ ને લઈને ચર્ચામાં છે. દરમિયાન ઘૂમરનું ટ્રેલર રિલીઝ કરી દેવાયુ છે. ઘૂમર’ની કહાની હંગરીના જમણા હાથના શૂટર દિવંગત કેરોલી ટેકસની વાર્તા પર આધારિત છે. જેમનો એક હાથ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. પરંતુ તેમણે પોતાની મહેનત અને ધગશથી પોતાના ડાબા હાથથી બે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા હતા.

ટ્રેલર પહેલા મેકર્સે એક ટીઝર શેર કર્યુ હતુ. જેને તમામનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. ટીઝરમાં અભિષેક બચ્ચનનો દમદાર ડાયલોગ હતો કે ‘જીંદગી જબ મુંહ પર દરવાજા બંધ કરતી હે તો ઉસે ખોલના નહીં તોડના પડતા હે’. ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચનની ફિલ્મને બાલ્કીએ જ લખી છે અને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અંગદ બેદી અને શબાના આઝમી પણ મહત્વના પાત્ર નજર આવશે.