રવિન્દ્ર જાડેજા પત્ની સાથે પહોંચ્યા આશાપુરા માતાના મઢ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પત્ની રીવાબા સાથે માતાના દર્શન કરવા આશાપુરા પહોંચ્યા હતા. તેમની પત્નીએ ટ્વિટર પર કેટલીક ફોટોસ પણ શેર કરી હતી. જાડેજા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદ બ્રેક પર છે. તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા તે પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. જાડેજાએ થોડા દિવસો પહેલા ફાર્મ હાઉસની ફોટોસ શેર કરી હતી. જેમાં તે ઘોડા સાથે જોવા મળ્યો હતો.

ॐ ऐंग ह्लिम क्लिं आशापुराय: विच्चे:।

આજરોજ માતાના મઢ, કચ્છ ખાતે દેશ દેવી માઁ આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ સૌની સુખાકારી માટે માં ને પ્રાર્થના કરી.

🙏🏻આશાપુરા માત કી જય..

રીવાબા અને રવિન્દ્ર જાડેજાએ કર્યા આશાપુરા માતાના દર્શન

રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ કેટલીક ફોટોસ ટ્વીટ કરી છે. આ ફોટો કચ્છના આશાપુરા માતાના મંદિરની છે. રીવાબા અને રવિન્દ્ર જાડેજા બંનેએ આશાપુરા માતાના દર્શન કર્યા હતા. જાડેજાને વેસ્ટ ઈન્ડિઝ સામે 12 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે. જાડેજા અગાઉ પણ અનેક પ્રસંગોએ મંદિરની મુલાકાત લઈ ચૂક્યા છે.

રવિન્દ્ર જાડેજાનું ઇન્ટરનેશનલ કરિયર

જાડેજા ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ ખેલાડીઓની લિસ્ટમાં સામેલ છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 65 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 2706 રન બનાવ્યા છે. જાડેજાએ આ ફોર્મેટમાં 3 સદી અને 18 ફિફ્ટી ફટકારી છે. તેણે 268 વિકેટ પણ લીધી છે. જાડેજાએ ભારત માટે 174 વનડે રમી છે જેમાં તેણે 2526 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 13 ફિફ્ટી ફટકારી છે. ટીમ ઈન્ડિયાના આ ઓલરાઉન્ડરે વનડેમાં 191 વિકેટ ઝડપી છે.