શાહરુખ ખુદ પુત્રી સુહાનાને મોટા પડદે લોન્ચ કરશે

 શાહરુખ ખાન પુત્રી સુહાનાને પોતે જ મોટા પડદે લોન્ચ કરશે. સુહાના ખાનની બોલીવૂડ ડેબ્યુ ફિલ્મ ‘ધ આર્ચિઝ’ ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. જોકે તેના ચાહકો તેને થિયેટરમાં જોવા ઉત્સુક છે. આથી શાહરુખે ખુદ જ સુહાના માટે ફિલ્મ  પ્રોડયૂસ કરવાનું નક્કી કર્યું છે.  

આ ફિલ્મમાં શાહરુખ ખાન પોતે દીકરી સાથે કેમિયો પણ કરશે.  આ એક્શન થ્રીલરનું દિગ્દર્શન સુજોય ઘોષ કરવાના છે. 

આ ફિલ્મનું શૂટિંગ આ વરસના અંતમાં શરૂ કરવામાં આવે તેવી યોજના છે, અને આ ફિલ્મ આવતા વરસે થિયેટરમાં રિલીઝ થશે.

શાહરુખની ‘પઠાણ’ ફિલ્મનો દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ પણ આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકામાં દેખાય તેવી સંભાવના છે.