જામનગરની જિલ્લા જેલમાં રહેલા નારકોટીક ડ્રગ્સ અંગેના કેસમાં પકડાયેલા એક આરોપીને જામીન મળી જાય તે માટે તેને સગીર બનાવવા માટેનો કારસો રચ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીના પિતા દ્વારા ઉત્તર પ્રદેશમાંથી બનાવટી સર્ટિફિકેટ લઈ આવી પોતાના પુત્રને જામીન મુક્ત કરાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પોલીસની ઊંડાણપૂર્વકની તપાસના આધારે તેના બનાવટી ડોક્યુમેન્ટ રજુ કર્યાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે પિતા સામે ગુન્હો નોંધ્યો છે.

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લા નંદખેડા ગામના આરોપી સાજીદ રજજન ઉમરઅલી ખાનને એસ.ઓ.જી.ની ટીમે તાજેતરમાં તેને ગાંજા સાથે પકડી પાડયો હતો, અને નારકોટીક એક હેઠળ તેની અટકાયત કરી લીધા પછી જેલ હવાલે કરાયો હતો.

 જે આરોપીને જામીન મળી જાય તે માટે તેના પિતા રજજન ઉમરઅલી ખાને પુત્રને સગીર બતાવવા માટેનો કારસો રચી ઉત્તર પ્રદેશમાંથી તેના બોગસ પ્રમાણપત્ર તૈયાર કરી લીધા હતા, તે જામનગરમાં આવીને રજૂ કર્યા હતા. 

દરમિયાન પોલીસે આ પ્રકારની ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી, જેમાં આરોપી પુખ્ત વયનો હોવા છતાં તેના પિતા દ્વારા સગીર તરીકે દર્શાવવા માટેનો કારસો રચ્યો હોવાનું અને તેના જન્મ તારીખ ના દાખલા સહિતના દસ્તાવેજો બનાવટી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 

જેથી આ કારસો રચનારા રજજન ઉમરઅલી ખાન સામે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

By admin